લકઝુરીયસ ફ્લેટમાં ચાલી રહ્યું હતું ગાંજાનું વાવેતર
(એજન્સી)અમદાવાદ, ગાંધીના ગુજરાતમાં યુવા ધનને બરબાદ કરવાનું જાણે કારસ્તાન ચાલુ થયુ હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા પછી જાણે એક પછી એક લાઇન લાગી હોય તેવી ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે.
ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી દારૂની બોટલ મળી આવી હતી અને હવે રાજ્યમાં એવી પ્રવૃતિઓ સામે આવી છે જેને કારણે ગાંધીના ગુજરાતને કોઇની નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે. રવિવારે અમદાવાદમાં ગાંજાનું સૌથી મોટું વાવેતર ઝડપાયું છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક યુવતી અને ૨ યુવકો ગાંજાની ખેતી કરી રહ્યા હોવાની માહિતી સામે આવી હતી.
પોલીસે ૨૦૦ કુંડા કબ્જે કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે આ ઘટનામાં ૨૦૦ કુંડા કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સંડોવાયેલા એક યુવતી અને ૨ યુવકો ઝારખંડના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. લેબમાં પોલીસની કાર્યવાહી યથાવત રહી છે.
આ ગાંજાના છોડ અહીં કોણ લાવ્યુ અને કોણે વાવ્યો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. મળતી માહિતી મુજબ શાંતીપુરા સર્કલ પાસે ફ્લેટમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી વાહી હાથ ધરવામાં આવી છે. બાતમી મળતા પોલીસે અમદાવાદના શાંતીપુર સર્કલ પાસે આવેલા ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. જેમાં આ લેબ ઝડપાઈ છે. પોલીસે દરોડા દરમિયાન ૨૦૦ કુંડામાં માદક પદાર્થના છોડ મળી આવ્યા હતા.
પોલીસે તમામ છોડ કબ્જે કર્યા છે. આ આરોપીઓ માદક પદાર્થના છોડ ઉછેરીને વિદેશમાં વ્યાપાર કરતા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. મળતી માહિતી ઝારખંડના રહેવાસી મુજબ માદક પદાર્થના ૨૦૦ છોડનો ઉછેર કરતા હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે સમગ્ર મામલે ૧ યુવતી અને ૨ યુવકોની ધરપકડ કરીને મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે. હજુ પણ પોલીસ દ્વારા માદક પદાર્થની લેબમાં તપાસ ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.