Western Times News

Gujarati News

ઈસરોએ આદિત્ય એલ-૧ને આગળની ભ્રમણકક્ષામાં મોકલ્યું

(એજન્સી)નવી દિલ્હી, ઈસરોના વૈજ્ઞાનિકોએ રવિવાર, ૩ સપ્ટેમ્બરે આદિત્ય એલ૧ અવકાશયાનની ભ્રમણકક્ષામાં વધારો કર્યો છે. હવે તે પૃથ્વીની ૨૪૫ કિમી ટ ૨૨૪૫૯ કિમીની ભ્રમણકક્ષામાં આવી ગયું છે. એટલે કે પૃથ્વીથી તેનું સૌથી ઓછું અંતર ૨૪૫ કિમી છે અને મહત્તમ અંતર ૨૨૪૫૯ કિમી છે.

ઈસરોએ જણાવ્યું કે હવે ૫ સપ્ટેમ્બરે બપોરે ૩ વાગે આદિત્યની ભ્રમણકક્ષા ફરી એકવાર વધારવામાં આવશે. આ માટે થોડા સમય માટે એન્જિનને ફાયર કરવું પડશે. આદિત્ય સ્પેસક્રાફ્ટને ૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧.૫૦ વાગ્યે PSLV-C57kt XL નાં ઠન્ વર્ઝન રોકેટ દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

લોન્ચિંગની ૬૩ મિનિટ ૧૯ સેકન્ડ પછી સ્પેસક્રાફ્ટને પૃથ્વીની કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દેવામાં આવ્યું હતું. લગભગ ૪ મહિના પછી તે ૧૫ લાખ KM દૂર લેગ્રેન્જ પોઈન્ટ-૧ સુધી પહોંચશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.