પાંચ મહિનામાં પશ્ચિમ રેલવેએ ૪ર મિલિયન ટન માલસામાનની હેરફેર કરી
આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીનું ફ્રેટ લોડિંગનું જે લક્ષ્ય હતું તે હાંસલ કર્યું
અમદાવાદ, પશ્ચિમ રેલવેએ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટ ર૦ર૩ દરમિયાન ૪ર.૮૪ મિલિયન ટન લોડિંગ નોંધાવીને નૂર લોડિંગમાં અદભૂત વૃદ્ધિ નોંધાવી છે.
ઓગસ્ટ ર૦ર૩માં પશ્ચિમ રેલવેએ કન્ટેનર, પીઓએલ ઉત્પાદનો, ઓટો લોડિંગ અને ક્રેક ટ્રેન કામગીરીમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ લોડિંગ હાંસ કર્યું છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ઓગસ્ટ ર૦ર૩માં પ.રેલવેએ ૯.૦૮ મિ.ટન ફ્રેટ લોડિંગનું લક્ષ્ય હાંસલ કર્યું હતું.
ડબ્લ્યુઆરએ ઓગસ્ટમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ ર.૯૦ મિલિયન ટન કન્ટેનર લોડિંગ હાંસલ કર્યું છે અને જુલાઈમાં ર.૭ર મિલિયન ટનના શ્રેષ્ઠ લોડિંગને પણ વટાવી દીધું છે. એ જ રીતે, જુલાઈમાં શ્રેષ્ઠ ૬૮૮ વેગનને વટાવીને ૭૦૧ વેગનના દૈનિક લોડિંગ સાથે પીઓએલ ઉત્પાદનોનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ લોડિંગ હાંસલ કર્યું છે.
ડબ્લ્યુઆરએ ઓગસ્ટ ર૦ર૩ દરમિયાન દરરોજ ૧૧ર વેગન સાથે ઓટોમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ લોડિંગ હાંસલ કર્યું છે. માર્ચ ર૦ર૩માં ૪૪૯૭ ક્રેક ટ્રેનોના સંચાલનના અગાઉના શ્રેષ્ઠ રેકોર્ડને વટાવીને ઓગસ્ટમાં ૪.૮૪૭ ક્રેક ટ્રેનો ચલાવાઈ હતી. ડબ્લ્યુઆરએ ગત વર્ષની તુલનામાં ઓગસ્ટ દરમિયાન વિવિધ કોમોડિટીના લોડિંગમાં વધારો દર્શાવ્યો છે.
કન્ટેનર લોડિંગમાં ર૭%થી વધુ. પીઓએલ ઉત્પાદનોએ લગભગ ૧૪% વૃદ્ધિ અને મીઠાના શિપમેન્ટમાં ૩૯%નો વધારો જ્યારે અન્ય કોમોડિટીના શિપમેન્ટમાં ૧૭%નો વધારો થયો છે.