વર્ષોથી ફરજ બજાવતા શ્રમયોગીને પગાર ધોરણ સહિત કાયમી નિમણૂક આપવાનો હાઇકોર્ટનો આદેશ
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લા રક્તપિત ગોધરા ખાતેની કચેરીમાં વર્ષોથી ફરજ બજાવતા શ્રમયોગીને સરકાર ના નિયત કરેલ પગાર ધોરણ સહિત કાયમી નિમણૂક આપવાનો નામદાર ગુજરાત હાઇકોર્ટનો આખરી આદેશ પરિવારમાં આનંદ લાગણી પ્રસરી.
ગુજરાત સરકારના આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ(આરોગ્ય વિભાગ) ગાંધીનગર ના તાબા હેઠળ પંચમહાલ જિલ્લા ગોધરા ખાતે આવેલ જિલ્લા રક્તપિત અધિકારી વર્ગ (૧) જિલ્લા સેવા સદન મુકામે આવેલ કચેરીમાં તારીખ ૧૬/૭/૯૦ થી ચોકીદાર પટાવાળા કમ સફાઈ કામદાર તરીકે દૈનિક રૂપિયા ૧૦ના પગાર થી માસિક રૂપિયા ૨૨૫ ચુકવવામાં આવતા હતા
એ બાબતે શ્રમયોગી એ તેમના અધિકારી સમક્ષ લઘુતમ વેતન ધારા મુજબ પગાર ચૂકવવાની માંગણી કરેલ પરંતુ એવી માંગણી કરવા બાબત જે તે સમયના અધિકારીઓએ માંગણી કરવા બાબતે કિન્નાખોરી રાખી અયોગ્ય મજૂર પ્રથા નું આચરણ કરી વર્ષોથી ફરજ બજાવતા સરદારસિંહ બી પટેલની તેમની લાંબા સમયની નોકરી માંથી તારીખ ૧૧/૩/૯૬ ના રોજ થી ગેરકાયદેસર રીતે છુટા કરી દેતા
શ્રમયોગી ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ.એસ ભોઈ દ્વારા તેઓને થયેલ અન્યાય બાબતે મજુરઅદાલત ગોધરા સમક્ષ પડેલા દિવસોના પગાર સાથે મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવાનો કેશ દાખલ કરેલ જેનો કેસ નંબર ૨૨૦/૦૨ પડેલ એ કેસ ચાલી જતા કોર્ટ દ્વારામાં શ્રમયોગીને પડેલા દિવસોના ૩૦ ટકા પગાર સહી નોકરીમાં પુનઃ સ્થાપિત કરવા તારીખ ૧૨/૨/૦૯ ના રોજ આદેશ કરવામાં આવેલ
જે આદેશની નારાજ થઈ સરકાર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર ૧૭૪૯૧/૦૯ દાખલ કરવામાં આવે જે કેસ ચાલી જતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૨૭/૪/૧૦ ના રોજ મજુર અદાલત ગોધરા દ્વારા થયેલ હુકમ યથાર્થ રાખવામાં આવે જે આદેશ મુજબ સરકાર દ્વારા અરજદારને તારીખ ૧૦/૨/૧૪ થી ફરજ ઉપર હાજર કરે અને નિમણૂક પત્રમા ખોટી અને ગેરકાયદેસર શરતો જાહેર કરે
અને અરજદારનું પગાર ધોરણ દૈનિક રૂપિયા ૧૦ પ્રમાણે ચૂકવવાનું જાહેર કરે આમ ફરી વાર પણ શ્રમયોગી નું ભારે શોષણ કરવાનું શરૂ કરવામાં આવેલ સરકાર દ્વારા આપવામાં આવેલ હુકમથી નારાજ થઈ સરકારનો હુકમ પડકારવા શ્રમયોગી ફરી ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ દ્વારા સરકાર ના તારીખ ૧૭/૧૦/૮૮ ના પરિપત્ર મુજબ તે આધારિત લાભો મેળવવા માટે
એસીએ નંબર ૧૧૫૩/૨૨ દાખલ કરેલ જે કે ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૩/૧૦/૨૨ના રોજ હુકમ કરી એસસીએનો હુકમ યથાવત રાખેલ ત્યારબાદ પણ સરકારના અધિકારીઓએ તે હુકમનો અમલ કરવામાં નિષ્ફળ જતાં શ્રમયોગી એ વડી અદાલતના હુકમના અનાદર બદલ કન્ટેમ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરેલ જે કાનૂની કાર્યવાહીના અરસા દરમિયાન સરકાર દ્વારા
કોર્ટ સમક્ષ મૌખિક નિવેદન આપતા એક અઠવાડિયામાં હુકમનું પાલન કરવાની ખાતરી આપેલ એ મુજબ સરકાર દ્વારા તારીખ ૨૮/૮/૨૩ ના રોજ શ્રમયોગી એસ બી પટેલને તેમની નોકરીમાં કાયમી કરવા તેમજ સરકાર ના તારીખ ૧૭/૧૦/૮૮ ના પરિપત્ર મુજબના તમામ પગાર લાભો આપવા નો આદેશ જારી કરી તાત્કાલિક અસરથી શ્રમયોગીની ગોધરા કચેરીથી રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર જાંબુઘોડા મુકામે બદલીનો હુકમ આપી નિમણૂક કરી છે
અને ૧૭/૧૦/૮૮ના પરિપત્ર મુજબ મળવાપાત્ર તમામ પગાર લાભો તેમજ અન્ય ભથ્થાઓ પણ ચૂકવી આપવાનો આદેશ કરતા ખૂબ જ લાંબા સમય બાદ આર્થિક શોષણ મુક્ત થતાં શ્રમયોગી અને તેમના પરિવારમાં આનંદ ની લાગણી છવાયો છે તેમજ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર વર્ગ ચારના શ્રમયોગીઓમાં આનંદનુ મોજુ છવાયુ છે.