વિમલ નમકીનનો 5000 કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો
(એજન્સી)રાજકોટ, રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન કેટલાક ખાદ્ય પદાર્થોમાં કપડા ધોવાનો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. એકના એક તેલમાં જ ફરસાણ તળવામા આવતુ હોય છે. વિમલ નમકીનનો પાંચ હજાર કિલો અખાદ્ય જથ્થો આરોગ્ય વિભાગે ઝડપીને તેને નાશ કરવામાં આવ્યો છે.
ચટપટો સ્વાદ તમને મોંઘો પડી શકે છે. તહેવારો દરમિયાન ચટપટા ફરસાણ સહિતના ચટાકા લેતા પહેલા સાવચેતી દાખવવી જરુરી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન કેટલાક ખાદ્ય પદાર્થોમાં કપડા ધોવાનો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. એકના એક તેલમાં જ ફરસાણ તળવામા આવતુ હોય છે. વિમલ નમકીનનો પાંચ હજાર કિલો અખાદ્ય જથ્થો આરોગ્ય વિભાગે ઝડપીને તેને નાશ કરવામાં આવ્યો છે.
તહેવારોને લઈ આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કેટલાક ફરસાણ અને નમકીનનો જથ્થો અખાદ્ય હોવાનુ જણાઈ આવ્યુ હતુ. તબિબો માને છે કે, જે રીતે કપડા ધોવાનો સોડાનો ઉપયોગ કરવામાં આવે તો, તે લાંબા ગાળે કેન્સર થઈ શકે છે. આ ચોંકાવનારી બાબત છે અને તેને અટકાવવુ જરુરી હોવાનુ તબિબ જણાવી રહ્યા છે.
જ્યારે એકના એક તેલમાં તળવાની પ્રક્રિયા કરવાને લઈ પણ હ્રદય અને મગજ સહિતના કેટલીક આડ અસર સર્જે છે. આ પ્રકારનુ તેલ પણ કેન્સર નોંતરી શકે છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે શ્રાવણ મહિનામાં ૨૦૦ જેટલા ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.