લાઉડ સ્પીકરના નિયમો દરેક ધાર્મિક સ્થાનોમાં લાગુ પડશે
મ્યુઝિક સિસ્ટમને કારણે બાળકો, વયોવૃદ્ધને ભારે તકલીફ ભોગવવી પડે છેઃ રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં લાઉડ સ્પીકર ધ્વનિ પ્રદૂષણ મામલે થયેલી અરજીનો રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે. પૂર્વ મંજૂરી મેળવ્યા વિના લાઉડ સ્પીકરના થતા ઉપયોગ સામે રાજ્ય સરકાર હવે કાર્યવાહી કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો ધાર્મિક સ્થાનોને પણ સરખી રીતે જ લાગુ પડશે.
સ્થાનિકોને અગવડ પડે તે રીતના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર અંકુશ મુકાશેલગ્ન પ્રસંગ, રાજકીય મેળાવડા સહિતના ઉત્સર કે ધાર્મિક રેલી પ્રસંગોમાં ડીજે ટ્રક, મોટા લાઉડસ્પીકર કોઈ પણ જાતના નિતિ નિયમો વગર રાજ્યભરમાં ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ગંભીર રીતે ફેલાઈ રહ્યું છે.
જેનાથી નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તેમજ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મ્યુઝિક સિસ્ટમને કારણે બાળકો, વયોવૃદ્ધને ભારે તકલીફ ભોગવવી પડે છે. ત્યારે જે સમગ્ર બાબતને લઈ હવે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે. અગાઉ રાજ્યમાં લાઉડ સ્પીકર અને ડીજે ધ્વનિ પ્રદૂષણ મામલે હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે.
ત્યારે આ મામલો સરકારી એડવોકેટ જનરલે પણ ધ્વનિ પ્રદૂષણ એક સમસ્યા હોવાનું સ્વીકાર્યું હતું. અરજદાર દ્વારા રિજાેઈન્ડર દાખલ કરી સૂચનો આપવામાં આવ્યા હતા. જેમાં અરજદારે ધ્વનિ પ્રદૂષણ મુદ્દે તંત્ર સાથે લોકજાગૃતિ પણ જરૂરી જણાવ્યું હતું. જીપીસીબીના જાહેરનામા મુજબ અવાજની લિમીટ લગાવવામાં આવે તેવી અરજદાર દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી.