Western Times News

Gujarati News

વિદેશ ગયેલા ઘણા ભારતીયો ભારત આવીને નિવૃત્તિ ગાળવા માંગે છે

નવી દિલ્હી, ભારતમાંથી કાયમ માટે વિદેશ જઈ રહેલા લોકોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ ઘણા નોન રેસિડન્ટ ઈન્ડિયન્સ વિદેશમાં મોટા ભાગનું જીવન ગાળ્યા પછી પરત સ્વદેશ આવી રહ્યા છે. જીવનના પાછળના વર્ષોમાં તેમને ભારત કદાચ વધુ આકર્ષક લાગુ રહ્યું હોય તેવો ટ્રેન્ડ છે. તેઓ જે સમયે ભારત છોડીને વિદેશ ગયા હતા તેની સરખામણીમાં ભારત નાણાકીય રીતે, સગવડોની રીતે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ ઘણું બદલાઈ ગયું હોવાથી તેઓ ભારત આવી રહ્યા છે.

NRI લોકોને ભારતમાં પોતાની મૂડી રોકવા માટે સારી તક મળે છે અને તેના પર વળતર પણ વધારે છે જેના કારણે તેઓ સ્વદેશ આવી રહ્યા છે. તાજેતરમાં એનઆરઆઈ આધારિત ફિન-ટેક પ્લેટફોર્મ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો જેમાં આ તારણ નીકળે છે. સરવે મુજબ ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, યુકે અને સિંગાપોરથી વધુને વધુ સંખ્યામાં ભારતીયો સ્વદેશ પુનરાગમન કરી રહ્યા છે. ખાસ કરીને તેઓ રિટાયરમેન્ટ માટે અહીં આવી રહ્યા છે.

ભારતથી જે લોકો વિદેશ ગયા છે અને ૩૦થી ૫૦ વર્ષની ઉંમરના છે તેઓ અત્યારે સ્વદેશ આવવા માગતા નથી. કારણ કે તેમની નિવૃત્તિને હજુ વાર છે. પરંતુ જીવનના પાછલા વર્ષોમાં તેઓ વિદેશમાં રહેવા કરતા ભારતને વધારે પસંદ કરે છે કારણ કે ફાઈનાન્શિયલી અહીં વધુ ફાયદો છે.

ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં વસતા ૮૦ ટકા જેટલા ભારતીયો, USAમાં વસતા ૭૦ ટકા ભારતીયો, USAમાં વસવાટ કરતા ૭૫ ટકા ભારતીયો પોતાની નિવૃત્તિ માટે ભારત પરત આવવા વિચારે છે. આ ટ્રેન્ડમાં કેનેડામાં વસતા NRI પણ સામેલ છે.

અહીં ૬૩ ટકાએ કહ્યું કે રિટાયર થયા પછી તેઓ ભારત જવા માંગે છે. ઘણા NRIનું કહેવું છે કે તેમને ભારતની ગ્રોથ સ્ટોરી પર ભરોસો છે અને તેમણે એડવાન્સમાં પ્લાનિંગ પણ શરૂ કરી દીધું છે.

અમેરિકામાં વસતા ૫૪ ટકા ભારતીયો અને કેનેડામાં વસતા ૪૪ ટકા ભારતીયોએ રિટાયરમેન્ટના થોડા વર્ષો અગાઉથી ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ શરૂ કરી દીધું છે. તેમાં તેઓ શેરબજાર, રિયલ્ટી, કોમર્શિયલ પ્રોપર્ટી સહિતના ઓપ્શનમાં રૂપિયા રોકે છે.

USAમાં વસતા ૩૫ ટકા અને સિંગાપોરમાં ૪૫ ટકા દ્ગઇૈંએ પણ આવી જ રીતે ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરી નાખ્યું છે. કેનેડા, યુકે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોનું કહેવું છે કે તેઓ ઓછા ખર્ચે જીવવા માટે અને પોતાના કલ્ચરની નજીક રહેવા માટે સ્વદેશ આવવા માંગે છે. તેઓ પોતાના પરિવારજનો સાથેના સંબંધો જાળવવા માંગે છે. ભારતની હેલ્થકેર સુવિધાઓ પણ તેમને માફક આવે છે અને ઈન્વેસ્ટમેન્ટ માટે અહીં ઘણી તક રહેલી છે.

ભારતમાં થોડા સમય અગાઉ ટેક્સનું માળખું ઘણું જટિલ હતું. પરંતુ હવે ટેક્સ સ્ટ્રક્ચર અગાઉ કરતા વધુ સરળ છે. તેના કારણે તેઓ ભારતમાં વધારે ઉંચા રિટર્નની અપેક્ષા રાખી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.