અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગર અને ખેડાના જૂગારધામો પર પોલીસના દરોડા
અમદાવાદ, રાજ્યમાં શ્રાવણીયા જુગારને લઈ પોલીસ એક્શનમાં જાેવા મળી રહી છે. અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગર અને ખેડામાંથી કેટલાક જુગારબાજીઓને પોલીસે દબોચ્યા છે. અમદાવાદ શહેરમાં શ્રાવણિયો જુગાર રમતાં લોકોને પકડવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે.
ત્યારે પીસીબીએ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ન્યુયોર્ક ટાવરમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપ્યું છે. જેમાં સાણંદ એપીએમસીના ચેરમેન ખેંગાર સોલંકી જુગાર રમતા ઝડપાયા છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી અમદાવાદ, પાટણ, મહેસાણા, ઉંઝા અને રાજસ્થાનના જુગારીઓને ઝડપ્યા હતા.
પોલીસે રોકડ રકમ ૬ લાખ ૭૦ હજાર, મોબાઈલ, પૈસા ગણવાનું મશીન, સીસીટીવી કેમેરાના ડીવીઆરના ઉપકરણો, જુગારીઓના વાહનો મળીને કુલ ૪૬ લાખ ૩૫ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઈમબ્રાંચે ૧૦ જુગારીની ધરપકડ કરી છે.
મેમનગરના આશ્રય અપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. જ્યાં કોઈનથી જુગાર રમાડવામાં આવતો હતો. આકાશ દેસાઈ અને ગોકળ દેસાઈ જુગારધામ ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. રૂપિયા ૨૫ હજારના કોઈન આપી જુગાર રમાડવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ક્રાઈમબ્રાંચે મોબાઈલ અને રોકડ સહિત રૂ. ૩.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો બનાસકાંઠામાં જુગારધામ ઝડપાયું બનાસકાંઠાના ગોપાલપુરા ગામે ૩૬ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારીઓની ધરપકડ કરાઈ છે. ઊંઝા, મહેસાણા અને વિસનગરના શખ્સો જુગાર રમવા આવતા હતા. પાલનપુર તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. જેમાં સમગ્ર જુગારધામનો પર્દાફાશ થયો છે.