7200 જેટલા હીરાથી તૈયાર કરાયું નરેન્દ્ર મોદીના બર્થડે માટે પોટ્રેટ

(એજન્સી) અમદાવાદ, ૧૭ સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૩મો જન્મ દિવસ ઉજવાશે. દેશની શાન વિશ્વમાં વધવાને કારણે અનેક લોકો નરેન્દ્ર મોદીના ફેન્સ બન્યા છે. સુરતમાં એક ચાહકે ૭ર૦૦ જેટલા હીરાથી તેમનું પોટ્રેટ બનાવ્યું છે. આ પ્રોટ્રેટ તેઓ વડા પ્રધાનને ભેટ આપવા ઈચ્છે છે.
સુરતના વિપુલ જેપીવાલા વ્યવસાયે આર્કિટેકટ એન્જિનિયર છે, પરંતુ થોડા સમયથી તેમને કંઈક અલગ કરવાની ઉત્કંઠા મનમાં જાગી અને તેમણે અલગ પ્રકારનાં પ્રોટ્રેટ બનાવવાના શરૂ કર્યાં. જરીમાંથી નરેન્દ્ર મોદીના વિવિધ પ્રકારનાં પોટ્રટ તેમણે બનાવ્યા.
આમ તો સુરતનો જરી ઉદ્યોગ વિશ્વમાં પ્રખ્યા છે અને એ જરીથી તેમણે નરેન્દ્ર મોદીના નવથી વધુ પોટ્રેટ તૈયાર કર્યાં હતા. વડાપ્રધાનના પોટ્રેટ તૈયાર કરીને તેમને ભેટ આપવાની તેમની ઈચ્છા છે. મોદીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સુરતના આ કલાકારને પણ કંઈક અનોખું કરવાની ઈચ્છા થઈ છે.