પ્રેમિકાને મળવા ગયેલા ૨ યુવકોને ગામ લોકોએ સજા આપી
ડીસા, અવાર નવાર પ્રેમિ-પ્રેમિકાને ચોરની જેમ લપાતો છુપાતો મળવા ગયા બાદ અચાનક જ ગ્રામજનોનાં હાથે ઝડપાઈ ગયા બાદ ગ્રામજનો દ્વારા તેને મેથીપાક ચખાડવામાં આવે છે. તેમજ ઘણી વખત તો ગ્રામજનો દ્વારા તેને ચપ્પલનો હાર પહેરાવી ગધેડા પર પણ બેસાડવામાં આવે છે.
તો અમુક વખત તેને માથે મુંડન કરી ગામમાં પણ ફેરવવામાં આવે છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. આ બંને યુવકે પ્રેમિકાને મવા ગયા હતા અને પકડાઈ ગયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
બનાસકાંઠાનાં સરહદીય વિસ્તારનાં ગામમાં રાત્રીનાં સમયે પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમી યુવકો ગ્રામજનોનાં હાથે ઝડપાઈ ગયા હતા. જે બાદ ગ્રામજનો દ્વારા બંને યુવકોની પૂછપરછ હાથ ધરતા તેઓ પોતાની પ્રેમિકાને મળવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ગ્રામજનો દ્વારા બંને યુવકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
તેમજ બંને યુવકોને સામ સામે બેસાડી મુંડન કરાવ્યું હતું. ત્યારે અવાર નવાર પ્રેમીકાને મળવા ગયેલ પ્રેમીઓ પકડાઈ જાય ત્યારે તેઓને સજાનાં ભાગરૂપે મુંડન કરવામાં આવે છે. અથવા તો બીજી કોઈ સજા આપવામાં આવે છે.
સરહદી વિસ્તાર એવા બનાસકાંઠાનાં એક ગામમાં રહેતી તેની પ્રેમિકાને રાત્રીનાં સમયે મળવા ગયેલ યુવક ગ્રામજનોનાં હાથે ઝડપાઈ ગયો હતો. જે બાદ ગ્રામજનો દ્વારા બંને યુવકોનું સજાનાં ભાગરૂપે મૂંડન કરવામાં આવ્યું હતું.