Western Times News

Gujarati News

આગામી વર્ષે આ દેશમાં યોજાશે G20 સમિટ

નવેમ્બરમાં વર્ચ્યુઅલ કોન્ફરન્સના સૂચન સાથે G20 સમિટનું સમાપન

(એજન્સી)નવી દિલ્હી, જી-૨૦ સમિટનું ત્રીજું સત્ર દિલ્હીમાં પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલને જી-૨૦નું પ્રમુખપદ સોંપ્યું છે. વડાપ્રધાન મોદીએ બ્રાઝિલને જી-૨૦નું પ્રમુખપદ સોંપવા પર ખુશી વ્યક્ત કરી. આગામી વર્ષે બ્રાઝિલમાં જી-૨૦ સમિટનું આયોજન કરવામાં આવશે.

જેની અધ્યક્ષતા બ્રાઝિલ કરશે. જી-૨૦ના ત્રીજા સત્રમાં પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક પરિવારનું સપનું સાકાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અમારો ભાર જીડીપી પર નહીં પણ માનવ કેન્દ્રિત વિઝન પર છે. જી-૨૦સમિટમાં તમામ દેશોના નેતાઓએ ફોરેસ્ટ થીમ પર પરામર્શ પણ કર્યો છે.

રાજધાની દિલ્હીમાં ૯ સપ્ટેમ્બરથી જી૨૦ સમિટની શરૂઆત થઈ હતી. જી૨૦ સમિટનો આજે બીજાે દિવસ હતો. વડાપ્રધાન મોદીએ ય્૨૦ ના પહેલા દિવસે ભારતીય ધરતી પર તમામ વૈશ્વિક નેતાઓનું સ્વાગત કર્યું હતુ. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, ‘ભારત વિશ્વને વૈશ્વિક વિશ્વાસના અભાવને વિશ્વાસ અને ર્નિભરતામાં બદલવાનું આહ્વાન કરે છે. આ સમય છે આપણે સૌ સાથે મળીને આગળ વધવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૨૦ની શરૂઆત પહેલા મોરોક્કોમાં ભૂકંપમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત દરેક સંભવ મદદ કરવા તૈયાર છે. આપને જણાવી દઈએ કે ૧૦ સપ્ટેમ્બર સુધી ચાલનારી આ સમિટ માટે દિલ્હીમાં નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીને દુલ્હનની જેમ સજાવવામાં આવી અને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. મહેમાનોનું સ્વાગત કરવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી. આ ખાસ કોન્ફરન્સ દરમિયાન સમગ્ર વિશ્વની નજર ભારત પર રહી છે.

જી૨૦ સમિટની શરૂઆત પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (૮ સપ્ટેમ્બર) વિવિધ દેશોના જન પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, યુએસ પ્રમુખ જાે બાઈડન, મોરેશિયસના પીએમ પ્રવિંદ કુમાર જુગનાથ સાથે દ્વિપક્ષીય વાર્તામાં ભાગ લીધો હતો.

આપને જણાવી દઈએ કે ભારત અને અમેરિકાના આ સાથે આવવાથી ચીનની અર્થવ્યવસ્થા પર મોટો ફટકો પડશે. હાલમાં, ચીન વર્તમાન ૫ય્ ટેક્નોલોજી પર પ્રભુત્વ ધરાવે છે. આ ઉપરાંત, ચીન તેની સપ્લાય ચેઇનમાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના કરારમાં ૬ય્ ટેક્નોલોજી વિકસાવવાની સાથે સાથે સપ્લાય ચેઈન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે,

જે ચીનની અર્થવ્યવસ્થા સામે મજબૂત પડકાર ઊભો કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે વન ફ્યૂચર વિષય પર ચર્ચા બાદ જી૨૦ સમિટના સમાપનની જાહેરાત કરી હતી. આ દરમ્યાન પીએમ મોદીએ તમામ નેતાઓને આગ્રહ કર્યો કે, નવેમ્બરના અંતમાં ફરી એક વાર વર્ચુઅલ માધ્યમથી મળીએ અને આ મીટિંગ દરમ્યાન લેવામાં આવેલા ર્નિણયની સમીક્ષા કરીએ.

સમાપન એલાન કરતા ભારતીય પીએમે કહ્યું કે, સંપૂર્ણ વિશ્વમાં આશા અને શાંતિનો સંચાર થાય. ૧૪૦ કરોડ ભારતીયો આ મંગલકામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

પીએમ મોદીએ કહ્યું કે, જેવું આપ સૌ જાણો છો, ભારત પાસે નવેમ્બર સુધી જી ૨૦ની અધ્યક્ષતાની જવાબદારી છે. હજુ અઢી મહિનાનો સમય બાકી છે. આ બે દિવસમાં આપ સૌએ અહીં અનેક વાતો રજૂ કરી. સૂચનો આપ્યા. ઘણા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા. આપણે એ જવાબદારી છે કે, જે સૂચનો આવ્યા છે, તેને ફરી એક વાર જાેવામાં આવે અને તેની પ્રગતિમાં કેવી રીતે ગતિ લાવી શકાય તેના વિશે વાત થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.