Western Times News

Gujarati News

ટ્રસ્ટના ભંડોળમાંથી 2.45 લાખ રૂપિયાની ઉચાપત

પ્રતિકાત્મક

(એજન્સી)સુરત, ખટોદરામાં નિવૃત્ત સરકારી કર્મચારીએ સમાજના ટ્રસ્ટમાં લાખો રૂપિયાની ગોબાચારી આચરી હોવાનું સામે આવ્યું છે. સબજેલ પાસે આવેલી મૈસુરિયા-ભાટિયા-નાયીપંચ ટ્રસ્ટમાં નિવૃત્ત સરકારી કર્મચારી પ્રકાશ મૈસુરિયા તરીકે હતા. દરમિયાન તેમના પુત્ર સાથે ટ્રસ્ટના ભંડોળમાંથી ૨.૪૫ લાખ રૂપિયાની ઉચાપત કરી હતી.

પોલીસે બાપ દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધી દીકરાની ધરપકડ કરી છે. સુરત શહેરના સબજેલ પાસે આવેલ મૈસુરિયા-ભાટિયા-નાયીપંચ ટ્રસ્ટ આવેલી છે. ૨૦૨૦માં R&B વિભાગમાંથી નિવૃત થયેલા પ્રકાશ હસમુખ મૈસુરિયાને આ ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા. તેઓ ઉપપ્રમુખ હોવા છતાં પણ ટ્રસ્ટમાં ખજાનચીનું કાર્ય સંભાળવા લાગ્યા હતા.

થોડાક સમય પહેલાં હિસાબમાં ગોટાળાને લઇને ટ્રસ્ટની મિટિંગ મળી હતી અને ઉપપ્રમુખ, ખજાનચી સહિતના કેટલાક હોદ્દેદારોને બરતરફ કરવામાં આવ્યા હતા. ઉપપ્રમુખ પ્રકાશ મૈસુરિયા તથા તેમના પુત્ર દ્વારા ટ્રસ્ટ દ્વારા રાહતદરે જે નોટબુક વિતરણ કરાઇ હતી.

તેના નાણાં, ખોટી રીતે ભંડારામાં કરિયાણું મંગાવ્યાનું બિલ, દાનપેટીનામાં રૂપિયા, એ.સી.ની ઉઘરાણીના તથા સમાજની વાડીના હિસાબ મળી કુલ ૨.૪૫ લાખ રૂપિયાની ગરબડી કરી હોવાના આક્ષેપો સમાજના હાલના પ્રમુખ સહિત સમાજના આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.