Western Times News

Gujarati News

કેસોનો નિકાલ કરવામાં રાજ્યમાં પાંચમો ક્રમાંક હાંસલ કરતી ભરૂચ જીલ્લા ન્યાયાલય

ભરૂચમાં જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાતા સૌ પ્રથમવાર કુલ ૧૯૦૭૮ કેસોનો સમાધાનથી નિકાલ કરાયો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દીલ્હીના આદેશ અનુસાર અને નામ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદના ઉપક્રમે ભરુચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ચે૨મેન અને ભરૂચનાં જીલ્લા મુખ્ય ન્યાયાધિશ વી.કે.પાઠકના માર્ગદર્શન હેઠળ તેમજ ડી.તિવારી,સેક્રેટરી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સંચાલન હેઠળ તા.૦૯/૦૯/૨૦૨૩ ને શનિવા૨ના રોજ ૧૦.૩૦ કલાકથી જીલ્લા ન્યાયલય સંકુલ,ભરૂચ સહિત જીલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.

જીલ્લા ન્યાયાલય સંકુલ,ભરૂચ ખાતે યોજાયેલ આ લોક અદાલતનું જીલ્લા ન્યાયાલયમાં નામ. ભરૂચ મુખ્ય જીલ્લા ન્યાયાધિશનાઓના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી.

આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ના કેસો, નાણાં વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળત૨ના કેસો, લેબર તકરારના કેસો, વિજળીના તથા પાણીને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, જમીન વળત૨ના કેસ, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તીના લાભોને લગતા કેસો, મહેસુલના કેસો, ખોરાકીના કેસો, અન્ય સીવીલ કેસો જેવા કે,

(ભાડા, સુખાધીકા૨ના અધિકાર, મનાઈ હુકમ, વિશિષ્ટ પાલનના દાવા વિગેરેના કેસો), પ્રિ–લીટીગેશનના કુલ ૧૮૩૫૦ જેટલા કેસો લોક અદાલતમાં સમાધાન માટે મુકાયેલ જેમાંથી કુલ ૭૬૫૨ કેસોનો નિકાલ થયેલ. જેમાં ૨૫૨૬૫૦૭૫-, જેટલી સમાધાનથી રકમ વસુલ ક૨વામાં આવી હતી.તથા લોક અદાલત અને સ્પેશીયલ સીટીગસ ઓફ મેજીસ્ટેટ સહિત  કુલ ૧૬, ૪૧૨ કેસો લોક અદાલતમાં મુકવામાં આવેલ.જેમાંથી કુલ ૧૧૪૨૬ જેટલા કેસોનો નિકાલ કરાયો હતો અને રૂ. ૧,૬૩,૧૭,૯૩૨ જેટલી સમાધાનથી ૨કમ વસુલ કરવામાં આવી હતી.

આમ, નેશનલ લોક અદાલતમાં સમગ્ર જીલ્લાના ઈતિહાસમાં સૌ પ્રથમ વાર કુલઃ૧૯૦૭૮ જેટલા કેસો સમાધાનથી નિકાલ કરાયો છે.તેમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે,કેસોનો નિકાલ કરવામાં સમગ્ર રાજ્યમાં ભરૂચ જીલ્લા ન્યાયાલયે પાંચમો ક્રમાંક હાંસલ કર્યો છે.
આ પ્રસંગે ભરૂચ મુખ્ય મથકના તમામ ન્યાયીક અધિકારીઓ,સરકારી વકીલો સહિત ભરૂચ વકીલ બારનાં હોદ્દેદારો સહિત વકીલો અને ન્યાયીક કર્મચારી મિત્રોએ હાજર રહી આ લોક અદાલતને સફળ બનાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.