Western Times News

Gujarati News

ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસનો IPO 14 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે

• રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”)ની પ્રાઇસ બેન્ડ રૂ. 156થી રૂ. 164 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે

અમદાવાદ, ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડ (“કંપની”) ગુરૂવાર 14 સપ્ટેમ્બર, 2023ના રોજ ઇક્વિટી શેર્સનો તેનો આઈપીઓ લઈને આવી રહી છે. આઈપીઓમાં રૂ. 3,920 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઈશ્યૂ”) અને વેચાણકર્તા શેરધારકો (“વેચાણ માટેની ઓફર” અને ફ્રેશ ઇશ્યૂ સાથેની “ઓફર”) દ્વારા 1,04,49,816 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.

એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ બુધવાર, 13 સપ્ટેમ્બર, 2023 રહેશે. ઓફર સબસ્ક્રિપ્શન માટે ગુરૂવાર, 14 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે અને સોમવાર, 18 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે.

ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 156થી રૂ. 164 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 90 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 90 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

ફ્રેશ ઇશ્યૂ દ્વારા મેળવાયેલા નાણાં પૈકી કંપની રૂ. 3,000 મિલિયનની રકમ ગ્રાહક સંપાદન અને જાળવણી તરફના ખર્ચ માટે, ટેક્નોલોજી અને પ્રોડક્ટ્સ વિકસાવવા માટે રૂ. 400 મિલિયન સુધીના ખર્ચ માટે, કંપની દ્વારા મેળવાયેલા ઋણની સંપૂર્ણ અથવા આંશિક રીતે ચૂકવણી કરવા માટે રૂ. 170.83 મિલિયનની રકમ અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચ કરવાની દરખાસ્ત કરે છે, એ શરતે કે સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વપરાનાર રકમ ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમના 25% કરતા વધુ ન હોવી જોઈએ.

વેચાણની ઓફરમાં રાજ પી નારાયણમ દ્વારા 15,29,677 સુધીના ઇક્વિટી શેર્સ, અવિનાશ રમેશ ગોડખિંડી દ્વારા 15,29,677 સુધીના ઇક્વિટી શેર્સ (સંયુક્તપણે, “પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ”), વેન્ચરઇસ્ટ પ્રોએક્ટિવ ફંડ એલએલપી દ્વારા 28,30,499 સુધીના ઇક્વિટી શેર્સ, જીકેએફએફ વેન્ચર્સ દ્વારા 20,46,026 સુધીના ઇક્વિટી શેર્સ, વેન્ચરઇસ્ટ સેડકો પ્રોએક્ટિવ ફંડ એલએલસી દ્વારા 5,38,557 સુધીના ઇક્વિટી શેર્સ,

વેન્ચરઇસ્ટ ટ્રસ્ટી કંપની પ્રાઇવેટ લિમિટેડ (વેન્ચરઇસ્ટ પ્રોએક્ટિવ ફંડ વતી કામ કરતી) દ્વારા 1,18,040 સુધીના ઇક્વિટી શેર્સ (સામૂહિક રીતે, “ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ”), ઝુઝુ સોફ્ટવેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ (“કોર્પોરેટ સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા 17,65,540 ઇક્વિટી શેર્સ અને કોટેશ્વર રાવ મેદુરી (“ઇન્ડિવિડ્યુઅલ સેલિંગ શેરહોલ્ડર” અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ, ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ અને કોર્પોરેટ સેલિંગ શેરહોલ્ડર્સની સાથે તેને “સેલિંગ શેરહોલ્ડર” તરીકે ગણવામાં આવશે) દ્વારા 91,800 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

ઇક્વિટી શેર 8 સપ્ટેમ્બર, 2023ના રોજ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“આરએચપી”) દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે અને તેને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસઈ”, બીએસઈની સાથે મળીને (“સ્ટોક એક્સચેન્જ”)) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુઓ માટે, એનએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.

આ ઓફર (“સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ”)માં સુધારેલા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018ના નિયમન 31 સાથે વાંચેલા એસસીઆરઆરના નિયમ 19(2)(બી)ના સંદર્ભમાં, બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે. આ ઓફર બુક બિલ્ડીંગ પ્રોસેસ દ્વારા અને સેબી આઈસીડીઆર રેગ્યુલેશનના નિયમન 6(2)ના કમ્પ્લાયન્સમાં કરવામાં આવી રહી છે,

જેમાં લઘુતમ 75% ઓફર લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (“ક્યુઆઈબી”, “ક્યુઆઈબી પોર્શન”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે પરામર્શ કરીને, સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”)ના અનુસંધાનમાં વિવેકાધીન આધાર પર એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબીના 60% સુધીનો ભાગ ફાળવી શકશે. એન્કર ઇન્વેસ્ટરનો એક તૃતીયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આરક્ષિત રહેશે,

જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણીના ભાવે અથવા તેનાથી ઊંચી પ્રાપ્ત થનારી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન અથવા નોન-એલોકેશનની સ્થિતિમાં, બાકીના ઇક્વિટી શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શન (“નેટ ક્યુઆઈબી પોર્શન”)માં ઉમેરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી પછી, ક્યુઆઈબી પોર્શનમાં એટલા ઇક્વિટી શેર ઘટાડવામાં આવશે.

આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી ભાગનો 5% હિસ્સો (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, અને બાકીનો નેટ ક્યુઆઈબી ભાગ મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,

જે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જો કે, જો મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ માંગ નેટ ક્યુઆઈબી ભાગના 5% કરતા ઓછી હોય, તો મ્યુચ્યુઅલ ફંડના ભાગમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સ મ્યુચ્યુઅલ ફંડ સહિત ક્યુઆઈબી (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય)ને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી ભાગમાં ઉમેરવામાં આવશે

જે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુની રકમે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ માંગ ક્યુઆઈબી ભાગના 5% કરતા ઓછી હોય, તો મ્યુચ્યુઅલ ફંડ ભાગમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટેના બાકીના નેટ ક્યુઆઈબી ભાગમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત, ઓફરના મહત્તમ 15% ભાગ સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 32 (3એ)ને સુસંગતપણે ફાળવણી માટે બિન-સંસ્થાકીય બિડર્સ માટે ઉપલબ્ધ રહેશે

(જે પૈકી એક તૃત્યાંશ ભાગ રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1 મિલિયન સુધીની બિડ્સ ધરાવતા બિડર્સ માટે આરક્ષિત રહેશે અને બે તૃત્યાંશ ભાગ રૂ. 1 મિલિયનથી વધુની બિડ્સ ધરાવતા બિડર્સ માટે આરક્ષિત રહશે) અને ઓફરનો મહત્તમ 10% ભાગ સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના સુસંગતપણે રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“આરઆઈબી”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમતે અથવા તેનાથી ઊંચી કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

(એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના) તમામ બિડર્સે તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો પૂરી પાડીને બ્લોક કરેલી રકમ (“ASBA”) પ્રોસેસ અને યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરીને યુપીઆઈ બિડર્સ હોય તો યુપીઆઈ આઈડીની વિગતો, જે લાગુ પડે તે, ફરજિયાતપણે રજૂ કરવાની રહેશે જેના બાદ સંબંધિત બિડની રકમ યુપીઆઈ મિકેનિઝમ હેઠળની સેલ્ફ સર્ટિફાઈડ સિન્ડિકેટ બેંક (“એસસીએસબી”) અથવા સ્પોન્સર બેંક દ્વારા બ્લોક કરવામાં આવશે જે સંબંધિત બિડની રકમ જેટલી રહેશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં  ભાગ લેવાની મંજૂરી નથી.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, ઇક્વિરસ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.