Western Times News

Gujarati News

લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવા ગૃહ મંત્રાલયે મંજૂરી આપી

CBIએ આ માહિતી રાઉઝ એવન્યુ કોર્ટને આપી,ત્રણ આરોપી અધિકારીઓ પર કેસ ચલાવવા માટે સરકાર તરફથી મંજૂરી મળી ન હતી

નવી દિલ્હી,  સીબીઆઈને નોકરીના બદલે જમીન કૌભાંડ મામલે લાલૂ પ્રસાદ યાદવ વિરુધ્ધ કેસ ચલાવવાની ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી મળી ગઈ છે. સીબીઆઈએ આ માહિતી રાઉઝ એવન્યુ કોર્ટને આપી હતી. જાે કે આ મામલામાં ત્રણ આરોપી અધિકારીઓ પર કેસ ચલાવવા માટે સરકાર તરફથી મંજૂરી મળી ન હતી.

સીબીઆઈૈંએ આ મામલે ત્રણ જુલાઈના રોજ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં પહેલીવાર તેજસ્વી યાદવનું નામ સામે આવ્યુ હતું. સીબીઆઈૈંએ આ મામલે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી સહિત ૧૬ લોકોને આરોપી બનાવ્યા છે જેમાં રેલ્વેના અધિકારિઓ અને નોકરી મેળવનાર લોકોના નામ પણ સામેલ છે.નોકરીના બદલે જમીન કૌભાંડ શું છે ?

• ઉલ્લેખનીય છે કે, ૨૦૦૪થી ૨૦૦૯ની વચ્ચે લાલુ પ્રસાદ યાદવ ઉત્તર પ્રદેશ સરકારમાં રેલ્વે મંત્રી હતા. આરોપ છે કે લાલુ જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે રેલ્વે ભરતીમાં ગોટાળો થયો.

• કહેવાઈ રહ્યું છે કે, નોકરી મેળવવાને બદલે અરજદારો પાસેથી જમીન અને પ્લોટ લેવાયા હતા.
• સીબીઆઈએ આ મામલે તપાસ કર્યા બાદ લાલુ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી મીસા ભારતી વિરુદ્ધ કેસ નોંધ્યો.
• આરોપ છે કે જે જમીનો લેવાઈ તે રાબડી દેવી અને મીસા ભારતીના નામે પણ લેવામાં આવી.
• ગત વર્ષે સીબીઆઈએ લાલુ યાદવ અને તેમના પરિવાર વિરૂદ્ધ નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં એફઆઈઆર દાખલ કરી હતી.

• લાલુ યાદવ પર આરોપ છે કે, તેમના રેલ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
• સીબીઆઈનો આરોપ છે કે, રેલવેમાં નોકરીના બદલામાં લાલુ યાદવના પરિવારે લાંચ સ્વરૂપે નોકરી ઈચ્છુક વ્યકિતઓ પાસેથી જમીન લીધી હતી.

• ઉલ્લેખનીય છે કે, જાહેર સેવક સામે કેસ નોંધતા પહેલા સીબીઆઈએ નિયમ મુજબ મંજૂરી લેવી પડે છે.
• આ કૌભાંડ, યુપીએ-૧ ના સમયગાળામાં લાલુ યાદવ રેલ મંત્રી હતા તે સમયનું છે.

• સીબીઆઈ ઓફિસરોના જણાવ્યા અનુસાર, આ કેસમાં લાલુ યાદવ સિવાય તેમના પુત્ર અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, તેમની પુત્રીઓ ચંદા યાદવ અને રાગિણી યાદવ પણ આરોપી છે. ઉત્તર પ્રદેશ સરકારમાં રેલ્વે મંત્રી રહેલા પવન બંસલના ભત્રીજા વિજય સિંગલા પર પણ રેલ્વે ભરતી સાથે જાેડાયેલ વધુ એક કૌભાંડનો આરોપ છે.

• આ કેસમાં પણ સીબીઆઈૈંએ વિજય સિંગલા સહિત ૧૦ સામે એફઆઈઆરનોંધી છે. આ કેસમાં વિજય સિંગલા પર મની લોન્ડરિંગનો પણ આરોપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.