વિધાનસભાની કામગીરી ડિજિટલ થતાં 25 ટન કાગળનો બચાવ થશે

ગુજરાતના ગૃહને પેપરલેસ બનાવવા NeVA APPનું લોન્ચિંગ કર્યુ રાષ્ટ્રપતિએ-ગુજરાત વિધાનસભામાં “વન નેશન, વન એપ્લિકેશન”ની સંકલ્પના સાકાર કરતી નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NeVA) પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ હાઉસનું ઉદ્ઘાટન
વિધાનસભાના કામકાજ સંબંધી તમામ કાગળો ડિજિટલ માધ્યમમાં રજૂ થવાથી દર વર્ષે આશરે 25 ટન જેટલા કાગળનો બચાવ થશે અને પર્યાવરણનું જતન થશે.
અમદાવાદ, ગુજરાતમાં આજથી પેપરલેસ વિધાનસભાનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કર્યું છે. ડિજિટલ બનેલી વિધાનસભામાં રાષ્ટ્રપતિએ NeVa એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી. President launched NeVA APP to make Gujarat House paperless.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિનું સ્વાગત-અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કરવાની શુભેચ્છા પાઠવી હતી.
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહેશે. માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ આજે બુધવારના રોજ ગુજરાત વિધાનસભામાં “વન નેશન, વન એપ્લિકેશન”ની સંકલ્પના સાકાર કરતી નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NeVA) પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ હાઉસનું ઉદ્ઘાટન કર્યું.
વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી અને જનપ્રતિનિધિઓ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિથી આ અવસર ખૂબ ગરિમાપૂર્ણ બની ગયો. માનનીય રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાત પધારીને આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો તે બદલ તેમનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ પેપરલેસ ગવર્નન્સના વિઝનને ગુજરાત વિધાનસભાએ આ પ્રોજેક્ટના અમલથી વાસ્તવિક રૂપ આપ્યું છે.
Live: માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના વરદ્હસ્તે ગુજરાત વિધાનસભા ખાતે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NEVA)નું લોન્ચિંગ. https://t.co/RvOD9RGd0C
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 13, 2023
આ પ્રોજેક્ટ અંતર્ગત વિધાનસભાના કામકાજ સંબંધી તમામ કાગળો ડિજિટલ માધ્યમમાં રજૂ થવાથી દર વર્ષે આશરે 25 ટન જેટલા કાગળનો બચાવ થશે અને પર્યાવરણનું જતન થશે. આ એપ્લિકેશન લોકપ્રતિનિધિઓને નાગરિકો સાથે એક ‘ડિજિટલ બ્રિજ’ તરીકે જોડવાનું કામ કરશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ પેપરલેસ ગવર્નન્સના વિઝનને ગુજરાત વિધાનસભાએ આ પ્રોજેક્ટના અમલથી વાસ્તવિક રૂપ આપ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિધાનસભાના કામકાજ સંબંધી તમામ કાગળો ડિજિટલ માધ્યમમાં રજૂ થવાથી દર વર્ષે આશરે 25 ટન જેટલા કાગળનો બચાવ થશે અને પર્યાવરણનું જતન… pic.twitter.com/OA3Uxfvhv4
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 13, 2023