Western Times News

Gujarati News

બસ ખોટકાતા નીચે ઉતરેલા પ્રવાસીઓને ટ્રકે કચડી નાંખ્યા

વહેલી સવારે ભરતપુર-આગ્રા હાઈવે પર ભાવનગરના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો ઃ ૧૨નાં મોત

ભાવનગર, ભાવનગરથી બે દિવસ પહેલાં ૫૭ શ્રદ્ધાળુઓને ભરી કાર્તિક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ મથુરા યાત્રાધામ ખાતે જવા નીકળી હતી. રસ્તામાં આવતાં રાજસ્થાનનાં પુષ્કળ મંદિરમાં શ્રદ્ધાળુઓએ આરતીનો લાભ લીધો હતો અને ત્યારબાદ મથુરા જવા નીકળ્યા હતા.

આ દરમિયાન ભરતપુર-આગ્રા હાઈવે ઉપર બસ બગડતાં કેટલાંક શ્રદ્ધાળુઓ નીચે ઉતર્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવતાં ટ્રકે બસને ટક્કર મારવા સાથે નીચે ઉભેલાં શ્રદ્ધાળુઓને કચડી નાંખતા ૧૨ વ્યક્તિનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

જ્યારે ૧૫ વ્યક્તિને ઈજા પહોંચતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકો તમામ ભાવનગર જિલ્લાનાં રહેવાસઓ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ દોડી આવ્યાં હતાં. આ અકસ્માત વહેલી સવારે ૫ઃ૩૦ વાગ્યાની આસપાસ આગ્રા-જયપુર નેશનલ હાઈવે પર લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. મૃતકોમાં ૭ મહિલા અને ૫ પુરુષોનો સમાવેશ થાય છે.

આગરા જયપુર નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રેલરે પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારતા ૧૨ લોકોના મોત નીપજ્યા છે. આ સાથે ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ બસ ભાવનગરથી મથુરા જતી હતી. આ બસ બગડી ગઇ હતી જેથી તેને રિપેર કરવા માટે રસ્તાની એક બાજુ ઉભી રાખવામાં આવી હતી.

તે દરમિયાન જ ટ્રેલરે બસને ટક્કર મારીને ૨૦થી ૨૫ ફૂટ ઘસેડી હતી. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આ ગોઝારો અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હંત્રા ગામ પાસે થયો છે.

ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, આ બસમાં તમામ મુસાફરો ભાવનગરના હતા. આ લોકો મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન જયપુર નેશનલ હાઇવે પર બસની ડિઝલ પાઇપ ફાટી ગઇ હતી.

જેના કારણે બસ ખરાબ થઇ ગઇ હતી અને રસ્તામાં જ રોકીને રિપેર કરાવવામાં આવી હતી. આ દરમિાયન પૂરપાટ આવતા ટ્રેલરે બસને ધડાકાભેર અથાડી હતી. ટ્રેલરે બસને અથાડીને ૨૦થી ૨૫ ફૂટ જેટલી ઘસેડી હતી. જેમાં બસની પાછળ ઉભેલા લોકો અને બસની પાછળની સીટ પર બેઠેલા મુસાફરોનાં ૧૧ લોકોના મોત થયા છે

અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા છે. આ બસના અનેક મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

આ લોકો બસ રિપેર થતી હતી તેની સામેની બાજુ બેઠા હતા અને બસ બરાબર થઇ જાય તેની રાહ જાેતા હતા. હાલ આ ગોઝારો અકસ્માત સર્જનાર ટ્રેલરનો ડ્રાઇવર ફરાર છે. પોલીસ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.

અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિનાં પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી રૂા.૪ લાખ અને કેન્દ્ર સરકાર તરફથી રૂા.૨ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.