Western Times News

Gujarati News

સુરતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધવા માટે તજવીજ

સુરત, બાંગલાદેશથી માનવ તસ્કરી કરી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવેલા ૬ બાંગ્લાદેશની મહિલા અને પુરુષને સુરત પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ તમામ પાસેથી બનાવટી ભારતીય આધારકાર્ડ, પાનકાર્ડ, જન્મનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવ્યા છે.

ભારતમાં આ ઇસમોને ધુષણખોરી કરાવનાર મુખ્ય એજન્ટને પણ પકડવામાં આવ્યા છે. પોલીસે કુલ ૬ બાંગ્લાદેશી સહિત ૭ ઈસમોની ધરપકડ કરી છે. સુરત શહેરમાં રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી

અને હ્યુમનસોર્સ તથા ટેકનિકલ સર્વેલ્સનની મદદથી સુરતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ટીમે સુરતના પલસાણા અને ઉધના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘસેલા અને સુરતમાં રહેતા ૩ પુરુષ અને ૩ મહિલાને ઝડપી પાડવામાં આવ્યા છે

અને તેમની પાસેથી બોગસ આધાર સહિતના પુરાવા પણ કબજે કરવામાં આવ્યા છે. આ તમામને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની સતખીરા બોર્ડરથી ભારતમાં ઘુષણખોરી કરાવનાર મુખ્ય એજન્ટની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.