Western Times News

Gujarati News

દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ વાગ્યો શાહરુખ ખાનનો ડંકો

મુંબઈ, બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં જાેવા મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી ચૂકી છે અને નવા રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહી છે. જ્યાં દેશમાં ફિલ્મે માત્ર ૭ દિવસમાં ૩૪૫.૫૮ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

હવે ફિલ્મના ૭ દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન પણ સામે આવ્યું છે. જાણો ફિલ્મે કેટલી કમાણી કરી છે. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ફરી એકવાર પોતાની દમદાર એક્ટિંગથી લોકોને દિવાના બનાવી દીધા છે. માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ અભિનેતાનો નશો લોકો પર હાવી થઈ રહ્યો છે. આ ફિલ્મે માત્ર ૭ દિવસમાં વિશ્વભરમાં ૬૬૦.૦૩ કરોડ રૂપિયાનું બમ્પર કલેક્શન કર્યું છે. ગયા દિવસે આ આંકડો ૬૨૦ કરોડ હતો. જેમાં એક જ દિવસમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો છે.

‘જવાન’ની આ જાેરદાર કમાણી જાેઈને બધા આશ્ચર્યચકિત છે. સામાન્ય લોકોની સાથે બોલિવૂડ અને સાઉથના સેલેબ્સ પણ અભિનેતાના ફેન બની ગયા છે અને સોશિયલ મીડિયા દ્વારા તેના વખાણ કરી રહ્યા છે. શાહરૂખ ખાનની આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મે પહેલા જ દિવસે ૭૫ કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મે ૫૩.૨૩ કરોડ રૂપિયા, ત્રીજા દિવસે ૭૭.૮૩ કરોડ રૂપિયા, ચોથા દિવસે ૮૦.૧ કરોડ રૂપિયા, પાંચમાં દિવસે ૩૨.૯૨ કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે ૨૬ કરોડ રૂપિયા અને સાતમા દિવસે શાહરૂખની ફિલ્મે ૨૩ કરોડની કમાણી કરી હતી.

જે અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો હતો. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન સિવાય સાઉથ એક્ટ્રેસ નયનતારા, સુનિલ ગ્રોવર, દિપીકા પાદુકોણ અને એક્ટર વિજય સેતુપતિએ પણ ફિલ્મમાં પોતાની જાેરદાર એક્ટિંગ બતાવી છે. આ સિવાય સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા, પ્રિયામણી પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન એટલી દ્વારા કરવામાં આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.