મોંઘી ગાડીઓના લોક લેપટોપથી ખોલી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
કોઈ પણ કાર હોય તેનું ફીચર્સ ગમે તેટલી સુરક્ષા આપતી હોય તેને ટેક્નિકલ મદદથી સેન્સરવાળૂ લોક ડી કોડ કરતા હતા. જેમાં લેપટોપ દ્વારા ગાડીઓના લોકનો કોડ બદલીને નવો કોડ નાખીને લોક તોડીને ગાડીની ચોરી કરતા હતા.
ક્રાઇમ બ્રાન્ચે દેશ વ્યાપી વાહન ચોરી અને RTO પાસીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો- અન્ય રાજ્યોના RTOના અધિકારીની મિલીભગતથી NOC લેટર બનાવીને આરટીઓ પાસીંગ કરાવતા હતા.
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ચોર ટોળીએ લક્ઝુરિયસ ગાડીઓની ચોરી કરીને આતંક મચાવ્યો હોવાની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે. આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી કઇંક અલગ પ્રકારની હતી.
જો તમે એવું વિચારતા હોવ કે તમારી ગાડી લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે અને એન્જીન ઈમ્મોબીલાઈઝર (EM) જેવું ફિચર છે. અને તેનાથી કોઈ પણ વ્યક્તિ ગાડી ખોલી શકે નહિં કે ગાડી સ્ટાર્ટ કરીને લઈ જઈ શકે નહિં. પરંતુ તમારી આ ભુલ છે. હાલમાં જ પકડાયેલી ચોર ટોળકી તમારી ગાડીની બાજુમાં બીજી ગાડીમાં બેસી તેમાં લેપટોપની મદદથી તમારી ગાડીની ડુપ્લિકેટ ચાવી તૈયાર કરીને તમારી ગાડી ચોરી શકે છે.
ક્રાઇમ બ્રાન્ચે આ ગાડીઓની ચોરી કરનાર માસ્ટર માઈન્ડ એવા ઉત્તરપ્રદેશમાં મેરઠના અશરફસુલતાન ગાજી અને ઝારખંડમાં રાંચીના ઈરફાન ઉર્ફે પિન્ટુ પઠાણની ધરપકડ કરીને આંતરરાજ્ય વાહન ચોરી અને આરટીઓ પાસીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ બંને આરોપીઓ ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના વાહન ચોર સાથે મળીને ગેંગ બનાવી હતી.
જેમની ગેગમાં ૨૦થી વધુ સભ્યો છે. જેઓ કાર ચોરી કરતા હતા અને ત્યાર બાદ પકડાયેલ આરોપી અશરફસુલતાન અને ઈરફાનને આપતા હતા.આ ગાડીના બદલામાં આરોપીઓ પોતના સાગરીતોને ૩ થી ૪ લાખ રૂપિયા આપતા હતા અને આરોપીઓ અરુણાચલ પ્રદેશ, આસામ , નાગાલેન્ડ અને અન્ય સેવન સિસ્ટર રાજ્યોમાંથી આરટીઓના એનઓસી લેટર તથા પાસીંગ કરાવીને કાર વેચી દેતા હતા.
આ આરોપી અમદાવાદના એક ડીલરને ગાડી વેચવા આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયા. લક્ઝ્યુરિયસ કારની ચોરી કરતી આ ગેંગની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આ ગેંગ જુદા જુદા રાજ્યોમાં કારના સુરક્ષાને ડી કોડ કરીને ૫૦૦થી વધુ પ્રીમિયમ કારની ચોરી કરેલી છે.
કોઈ પણ કાર હોય તેનું ફીચર્સ ગમે તેટલી સુરક્ષા આપતી હોય તેને ટેક્નિકલ મદદથી સેન્સરવાળૂ લોક ડી કોડ કરતા હતા. જેમાં લેપટોપ દ્વારા ગાડીઓના લોકનો કોડ બદલીને નવો કોડ નાખીને લોક તોડીને ગાડીની ચોરી કરતા હતા. ત્યાર બાદ આરોપીઓ ગાડીઓના એન્જીન ચેસીસ નંબરો બદલી નાખી અન્ય ગાડીઓના નંબરો નાખી દેતા હતા.
જે સેવન સિસ્ટર રાજ્યોના RTOના અધિકારીની મિલીભગતથી એનઓસી લેટર બનાવીને આરટીઓ પાસીંગ કરાવતા હતા. આ ગેંગ એક રાજ્યમાં ગાડીઓ ચોરી કરતી હતી અને બીજા રાજ્યોમાં વેચાણ કરતી હતી. જાે કે ચોરીની ગાડીઓના ફોટો સોસીયલ મીડિયા મારફતે ગ્રાહકોને મોકલતા હતા
અને ગાડીના વેચાણ કરવા ફ્લાઈટ માં ડીલ કરવા જતા હતા. મહત્વનુ છે કે આ આરોપીઓ પોતાના ટ્રાવેલીગ ચાર્જ જેમાં રહેવા અને જમવાનો ખર્ચ વસુલતા હતા. આ પ્રકારે ગેંગ દ્વારા ૫૦૦થી વધુ લક્ઝ્યુરિયસ ગાડીઓ ચોરી કરી છે. જેમાં ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો, ક્રેટા, બ્રેઝા અને અલકઝાર જેવી લક્ઝ્યુરિયસ ગાડીઓનો સમાવેશ થાય છે.