Western Times News

Gujarati News

સ્ટેચ્યૂ ઑફ યુનિટી જાેવા ગયેલા ટૂરિસ્ટો અધવચ્ચે અટવાયાઃ અનેક ટ્રેનો રદ

File

નર્મદા ડેમમાંથી ૨૩ દરવાજા ખોલી પાણી છોડાયું છે. જેને લઈ હવે નીંચાણવાળા અનેક ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

(એજન્સી)નર્મદા, ગુજરાતમાં અવિરત વરસાદ વચ્ચે હવે નર્મદા જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. આ તરફ હવે નર્મદા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.

વાત જાણે એમ છે કે, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે હવે જિલ્લાની તમામ શાળા, કોલેજાે બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે નર્મદાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાના તમામ માર્ગ બંધ હોઇ હાઈવે પર પાણી ફરી વળતા રાહદારીઓ અટવાયા હોવાનું પણ સામે આવ્યું છે.

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ક્લેક્ટરે જિલ્લાની તમામ શાળા, કોલેજાે બંધ રાખવા આદેશ કર્યો છે. મહત્વનું છે કે, નર્મદા ડેમમાંથી ૨૩ દરવાજા ખોલી પાણી છોડાયું છે. જેને લઈ હવે નીંચાણવાળા અનેક ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

આ તરફ કોઇ જાનહાની ન સર્જાય તે માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી આદેશ કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે નર્મદાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાના તમામ માર્ગ બંધ થઈ ગયા છે. આ તરફ વરસાદ વચ્ચે હાઈવે પર પાણી ફરી વળતા રાહદારીઓ અટવાયા હતા.

જાેકે અટવાયેલા રાહદારીઓનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હોવાના અહેવાલ છે. આ તરફ ભારે વરસાદ વચ્ચે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મહત્વનું છે કે, નર્મદાનું પાણી હાઈવે સુધી પહોંચ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ ગુજરાતમાં ૪ દિવસ વરસાદની આગાહી કરી છે.

નર્મદા નદીમાં પૂરના કારણે અનેક ટ્રેન રદ
અમદાવાદ, મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેથી હાલ નર્મદા નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. જેથી નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલીને ૪૨,૦૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

નર્મદા નદી કાંઠાના ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે. તો નદી કાંઠાના ૩૦ થી વધારે ગામડાના હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ત્યારે પૂર જેવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે. આ કારણે કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનોના રુટને ડાયવર્ટ કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.