Western Times News

Gujarati News

શબાના આઝમીએ પોતાનો ૭૩મો જન્મદિવસ ઉજવ્યો

મુંબઈ, શબાનાના જન્મદિવસ પર બોલિવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શબાનાના ચાહકોએ પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શબાના આઝમીએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૧૯૭૪માં ફિલ્મ અંકુરથી કરી હતી.

બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમી આજે પોતાનો ૭૩મો જન્મદિવસ ઉજવી રહી છે. શબાના આઝમીએ ૭૦ અને ૮૦ના દાયકામાં બોલિવૂડ પર રાજ કર્યું હતું. શબાના આઝમીએ પોતાના કરિયરમાં ૧૬૫થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

શબાનાના પિતા કૈફી આઝમી પ્રખ્યાત કવિ અને ગીતકાર હતા. કૈફી આઝમી પણ તેમના સમયના લેખન જગતમાં સ્ટાર હતા. શબાનાની માતા પણ થિયેટર આર્ટિસ્ટ હતી. શબાનાને કલાની સમૃદ્ધિ વારસામાં મળી હતી.

ફિલ્મી માહોલમાં ઉછરેલી શબાના આઝમીએ બાળપણથી જ કલાને અપનાવી હતી. શબાના આઝમીએ ૭૦ના દાયકામાં કલાત્મક ફિલ્મોમાં કામ કર્યું હતું. તે પેરેલલ સિનેમાની શક્તિશાળી અભિનેત્રી પણ રહી. શબાના આઝમીએ ઘણી કોમર્શિયલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. શબાના આઝમીએ ૭૦ અને ૮૦ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. રાજેશ ખન્ના સાથે શબાનાની ૭ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

દર્શકોએ તેમની જાેડીને ઘણો પ્રેમ આપ્યો અને એક પણ ફિલ્મ ફ્લોપ નથી થઈ. આજે પણ શબાના આઝમી લોકોમાં સિનેમાના સમૃદ્ધ વિચારોને શેર કરવાનું ચાલુ રાખે છે. શબાના આઝમી પોતાના કરિયરની સાથે અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહી હતી. શબાના આઝમીનો બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક શેખર કપૂર સાથે ૧૦ વર્ષનો સંબંધ હતો.

જાેકે બાદમાં બંનેએ અલગ થવાનો ર્નિણય લીધો હતો. શબાના આઝમી અને શેખર કપૂર બોલિવૂડની જાણીતી જાેડી રહી છે. બાદમાં બંને અલગ થઈ ગયા. શબાના આઝમીએ ગીતકાર જાવેદ અખ્તરને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા અને લગ્ન કર્યા. હવે શબાના અને જાવેદ ઘણીવાર એકસાથે ઈવેન્ટ્‌સમાં હાજરી આપતા જાેવા મળે છે. શબાના આઝમીના જન્મદિવસ પર ચાહકોએ તેની જૂની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી અને તેની ફિલ્મોને પણ યાદ કરી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.