Western Times News

Gujarati News

એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટી. વગર ધમધમી રહી છે ગુજરાતમાં 172 કંપનીઓ

પ્રતિકાત્મક

૩,૮રપ ઉદ્યોગો સામે પર્યાવરણીય નિયમ ભંગની ફરીયાદ

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં એન્વાયરમેન્ટ કિલયરન્સ સર્ટીફીકેટ વગર ૧૭ર કંપનીઓ કાર્યરત હોવાનું બહાર આવ્યું છે. વર્ષ ર૦ર૦-ર૧માં ૭૩,વર્ષ ર૦ર૧-રરમાં ૪૯ અને વર્ષ ર૦રર–ર૩માં પ૦ કંપનીઓ એન્વાયરમેન્ટ કિલયરન્સ સર્ટીફીકેટ વગર જ ધમધમતી રહી હતી,

જેમાંથી મોટા ભાગની કંપનીઓની ડાયરેકજશન તેમજ કારણદર્શક નોટીસ ફટકારીને સરકારે સંતોષ માન્યો હતો. રાજયના વન અને પર્યાવરણ વિભાગે આ કબુલાત કરી છે. બીજી તરફ પર્યાવરણીય નિયમોની ઐસીતૈસી કરતાં ૩,૮રપ ઉધોગો સામે ફરીયાદો મળી હતી.આ પ્રકારની ફરીયાદો વધારો થઈ રહયો છે.

વર્ષ ર૦ર૦-ર૧માં ૯૮૭,ર૦ર૧-રરમાં ૧,ર૪૧ અને ર૦રર-ર૩માં ૧પ૯૭ ફરીયાદી મળી હતી. આવા કિસ્સામાં પણ લીગલ નોટીસ અને નિર્દેશો આપીને તંત્રે સંતોષ માન્યો હતો. વર્ષ ર૦રર-ર૩માં અરસામાં અમદાવાદમાં જ આવા એકમો સામે ૧૯૯, વડોદરામાં ૧૪૩, રાજકોટમાં ૧૩૯ અને ભરૂચમાં ૧૦પ ફરીયાદો મળી હતી.

વર્ષ ર૦રર-ર૩માં પ૦ કંપનીઓ એન્વાયરમેન્ટ કિલયરન્સ સર્ટીફીકેટ વગગર જ ધમધમતી હતી જે પૈકી ર૦ કિસ્સામાં કારણદર્શક નોટીસ અપાઈ હતી. એ પછી ૧૪ લીગલ નોટીસ ઈશ્યુ કરાઈ હતી. ૪ કિસ્સામાં નોટીસ ઓફ ડાયરેકશન કિસ્સામાં કોર્ટ કેસ કરાયા હતા. એક કે અત્યારે કાર્યવાહી હેઠળ છે.

કપનીઓ સામે પર્યાવરણીય કાયદાઓ હેઠળ એકથી વધુ પગલાં ભરાયા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં કોર્ટે કેસ પ૪ થયા છે. અગાઉના વર્ષ ર૦ર૧-રરમાં ૯ અને વર્ષ ર૦ર૦-ર૧માં ૩૮ કોર્ટ કેસ કંપનીઓ વિવરૂધ્ધ કરાયા હતા. વર્ષ ર૦ર૧-રરના અરસામાં ર૭ કંપનીઓને નોટીસ ર કંપનીને નોટીસ ઓફ ડાયરેકશન ૧પ કંપનીને ડાયરેકશન ૧૦ કિસ્સામ લીગલ નોટીસ ઈશ્યુ કરવામાં આવી હતી.

આ ઉપરાંત વર્ષ ર૦ર૦-ર૧માં ૧૬ કંપનીઓને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી પ કિસ્સામાં નિર્દેશો આપતી નોટીસ ઈશ્યુ થઈ હતી. પ૧ કિસ્સામાં ડાયરેકશન અને ૧૬ કિસ્સામાં લીગલ નોટીસ ફટકારવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.