Western Times News

Gujarati News

ભરૂચના 4 તાલુકાના 216 ગામોના ૫૯૧૬૪ કાચા અને ૪૪૯૧૧ પાકા મકાનોને પૂરની અસર 

ભરૂચ, અંકલેશ્વર સિટી વિસ્તારમાં લોકોના ઘરો અને રસ્તાઓ પર પહેલીવાર નર્મદાના ઘોડાપુર

૧.૨૪ લાખ હેકટરમાં નર્મદાના પાણી ફરી વળતા ખેતીને કરોડોનો ફટકો

(પ્રતિનિધિ) ભરૂચ, નર્મદા કાંઠે વસેલા ભરૂચ જિલ્લામાં રેવામાં રેલે ૫૩ વર્ષ બાદ ઐતિહાસિક તબાહીના દ્રશ્યો સર્જ્‌યા છે. પુરના પાણી ભરૂચમાં ગોલ્ડનબ્રિજે મહત્તમ ૪૦.૪૭ ફૂટે સ્પર્શી હવે પાછા ફરવાના શરૂ થયા છે. નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલી સાગમટે ૧૮ લાખ ક્યુસેક ઉપરાંત છોડાયેલા પાણીથી હવે ભરૂચ જિલ્લામાં અત્ર, તત્ર અને સર્વત્ર તબાહીનું મંજર સામે આવી રહ્યું છે.

૧૯૭૦ ની નર્મદામાં ૪૧.૫૦ ફૂટની ભયાનક રેલ બાદ ૫૩ વર્ષે આધુનિક ભરૂચમાં આ રેલ ભયાવહ પુરવાર થઇ રહી છે. ભરૂચ શહેરમાં જ કસક, ધોળીકુઈ, દાંડિયાબજાર, જુના ભરૂચનો નીચાણવાસ, કસક સહિતના ગામોમાં પુરના પાણી ઘુસી ગયા હતા.

અંકલેશ્વર શહેરમાં પણ ઘોડાપુરે એન્ટ્રી મારતા એક માળ સુધી કેટલાય વિસ્તારો અને સોસાયટીઓ પાણીમાં ગરક થઈ હતી.માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.ઝઘડિયા,હાંસોટ તાલુકાના કાંઠાના ગામોમાં પણ સુનામી રેલના કારણે તારાજી અને વિનાશના અહેવાલો સામે આવ્યા હતા.

સોમવારે સવારે ૬ કલાકે નર્મદા નદીએ ગોલ્ડનબ્રિજે ૪૦.૪૭ ફૂટની સપાટી સર કરી હતી.હજારો ઘરો, દુકાનો, ખેતરો, માર્ગો સહિત જ્યાં જૂઓ ત્યાં પાણી પાણીનો બિહાવહ નજારો જાેવા મળ્યો હતો.

સુનામી સમાન આ રેકોર્ડ બ્રેક ફ્લડમાં ભરૂચ અને અંકલેશ્વર શહેરી વિસ્તાર, જિલ્લાના ૨૧૬ ગામો, ૫૯૧૬૪ કાચા મકાનો, ૪૪૯૧૧ પાકા મકાનોને અસર પોહચી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જ્યારે પુરથી ૧.૨૪ લાખ હેકટરમાં પાણી ફરી વળતા ખેડૂતોને કરોડોનો માર પડ્યો છે.

વેપાર, ધંધા અને ઉધોગોને પણ પુરને લીધે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ અસર પડી છે. જિલ્લામાં પુરથી ૫.૮૪ લાખ લોકો એક યા બીજી રીતે પ્રભાવિત થયા છે. આખી રાત પાણી વચ્ચે હજારો પરિવારોની હાલત અત્યન્ત કફોડી બની ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.