આતંકીઓને બચાવવાની કોશિશ ન કરો, અમારો કોઈ રોલ નથીઃ જસ્ટિન ટ્રૂડો
નવી દિલ્હી, ભારત અને કેનેડાના સંબંધોમાં દિવસેને દિવસે ખટાશ આવતી જાય છે. આ દરમ્યાન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આતંકવાદી સંગઠન ખાલિસ્તાની ટાઈગર ફોર્સના પ્રમુખ આતંકી હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યાને લઈને મોટુ નિવેદન આપ્યું છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ કેનેડા સમાચાર ચેનલ સીબીસીના હવાલેથી જણાવ્યું છે કે, જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે, દેશની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યા વચ્ચે કનેક્શનના તપાસમાં લાગેલી છે.
રાજધાની ઓટાવામાં હાઉસ ઓફ કોમન્સને સંબોધન કરતા જસ્ટિન ટ્રૂડોએ સોમવારે કહ્યું કે, કેનેડાની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને નિઝ્ઝરની હત્યા વચ્ચે સંભવિત કડીના આરોપથી ઝડપથી તપાસ કરી રહી છે.
કેનેડાના પ્રધાનમંત્રીના આરોપ પર હવે ભારતનો જવાબ સામે આવ્યો છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કેનેડાના તમામ આરોપ ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત કેનેડાના આરોપ રદ કરે છે. અમે તેમની સંસદમાં કેનેડાના પ્રધાનમંત્રીના નિવેદનને જાેયું અને તેમના વિદેશ મંત્રીના નિવેદનને ફગાવી દીધું છે.
કેનેડામાં હિંસાના કોઈ પણ કામમાં ભારત સરકારની ભાગીદારીનો આરોપ વાહિયાત અને પ્રેરિત છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે, અમે કાનૂનના શાસન પ્રત્યે મજબૂત કટિબદ્ધવાળા એક લોકતાંત્રિક રાજકીય દેશ છીએ.
કેનેડીયન સંસદને સંબોધન કરતા ટ્રૂડોએ એ પણ કહ્યું કે, કેનેડાના નાગરિકની તેમની જ જમીન પર હત્યામાં કોઈ અન્ય દેશ અથવા વિદેશી સરકારની સંડોવણી સાંખી લેવામાં આવશે નહીં. આ અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. જેને જરાં પણ સ્વીકાર કરી શકાય નહીં. ટ્રૂડોના દાવાના થોડા કલાકો બાદ કેનેડાએ વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હટાવી દીધા હતા.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ અલ ઝઝીરાના હવાલેથી કહ્યું કે, કેનેડાના વિદેશ મંત્રી મેલાની જાેલીએ કહ્યું કે, તેમની સરકારે હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યાના મામલે એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે.
ભારતમાં વોન્ટેડ નિઝ્ઝરને ૧૮ જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના શહેર સરેમાં એક ગુરુદ્વારના પાર્કિંગની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. હરદીપ સિંહ નિઝ્ઝર મૂળ તો પંજાબના જાલંધરના ભારસિંહપુર ગામનો રહેવાસી હતો. તેણે કેનેડાની નાગરિકતા લીધી હતી. નિઝ્ઝરે સરેના ગુરુ નાનક શિખ ગુરુદ્વારના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે, ભારતીય મૂળના કેનેડિયન નાગરિકોમાં ગુસ્સો છે અને કદાચ તેઓ ડરેલા પણ છે. અમને બદલવા માટે મજબૂર ન કરો.SS1MS