Western Times News

Gujarati News

રહેણાંક પ્રકારના 9 ગેરકાયદે બાંધકામો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સીલ કરાયા

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ગેરકાયદે બાંધકામો સામેની ઝુંબેશ ચોમાસાના દિવસોમાં પણ અવિરતપણે જારી જ છે. ગઈ કાલે દક્ષિણ પશ્ચિમ ઝોનના મક્તમપુરા વોર્ડમાં નવ ગેરકાયદે રહેણાક પ્રકારના બાંધકામને સીલ મારી દેવામાં આવ્યા હતા.

દક્ષિણ પશ્ચિમ ઝોનના મકતમપુરા વોર્ડમાં ટીપી સ્કીમ નં.૯૩/બી ફાઈનલ પ્લોટ નં.૧૪/૧ ૧૪/ર ૧પ પૈકી બરફની ફેક્ટરી રોડ પરની કેરેવાન સ્કૂલ પાસેના નવ ગેરકાયદે રહેણાક પ્રકારના યુનિટનું બાંધકામ તંત્રએ સીલ કરી દીધું હતું. રો-હાઉસ સ્કીમ પ્રકારના ગ્રાઉન્ડ ફ્લોરથી સેકન્ડ ફ્લોર સુધીના ૮પ૦ ચોરસ મીટરના આ ગેરકાયદે બાંધકામ સામે તંત્રએ કાયદેસર પગલાં લીધા હતા.

તંત્ર દ્વારા જીપીએમસી એક્ટની કલમ ર૬૭, ર૬૦(૧) મુજબ નોટિસ આપીને આ બાંધકામને આગળ વધતું અટકાવવા તેમજ સંભવિત વપરાશ રોકવાના હેતુથી તેને સીલ કર્યું હતું. પશ્ચિમ ઝોનના ચાંદખેડામાં પ્રીલિમનરી ટીપી સ્કીમ નં.૭૪ ફાઈનલ પ્લોટ નં.૧પરમાં ગેરકાયદે બાંધકામ થયા હતા.

વાણિજ્ય વેચાણ માટે રિઝર્વ આશરે ૬૬૧ ચોરસ મીટર પ્લોટનો ટીપી સ્કીમ અમલીકરણ હેઠળ કબજાે મેળવાયો છે. નવરંગપુરામાં સી.એન. સર્કલથી એમ.એમ.રોડ સુધી ડ્રાઈવ હાથ ધરીને લોખંડનો એક ખાટલો તેમજ રપ પરચૂરણ સામાન જપ્ત કરીને પ૦ રનિંગ મીટર ફૂટપાથ ખુલ્લી કરવામાં આવી હતી.

વાસણાના એપીએમસી ચાર રસ્તા પાસે ગેરકાયદે પાર્ક કરાયેલાં ટ્રક અને વાહનોને ખસેડીને રોડ ખુલ્લો કરાયો હતો તેમજ સ્ટેડિયમ વોર્ડમાં સીએનસીડી વિભાગ સાથે સંયુક્ત ડ્રાઈવ દરમિયાન પલક ટી જંકશન પાસેના નેશનલ હેન્ડલૂમ નજીકથી એક હવાડો દૂર કરીને ર૦ ચોરસ મીટર રોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.