ગણપતિ મહોત્સવથી વેપારીઓને ફાયદોઃ 500 કરોડનો ધંધો થશે
છેલ્લા અઠવાડિયામાં ગણપતિની ર૦ કરોડ રૂપિયાની મૂર્તિઓ વેચાઈ હોવાનો અંદાજ છે.
વડોદરા, સૌથી વધુ ગણપતિ સ્થાપના વડોદરામાં ચીનથી આયાત થતી મૂર્તિઓ પર પ્રતિબંધથી ગ્રામીણ અર્થતંત્રમાં તેજી
પ૦૦ કરોડનો બિઝનેસ લઈને આવેલી ગણપતિ ઉત્સવ સુશોભનની ચીજાે બનાવનારા અનેક વેપારીઓ તેમજ મીઠાઈના વેપારીઓને તગડું ટર્નઓવર કરી આપશે.
વિસર્જન સુધીનો સમય ઉત્સાહના માહોલમાં પસાર થશે તે નકકી છે, પહેલે સમરું ગણપતિ દેવા, અર્થાત દરેક શુભ કામમાં ભગવાન ગણપતિનું સ્મરણ સૌથી પહેલા કરવામાં આવે છે. ભગવાન ગણપતિ ‘ઈન્ટરનેશનલ ગોડ’ છે. વિશ્વમાં જયાં જયાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં ગણપતિની સ્થાપના થાય છે.
મુંબઈમાં લાલ બાગ ચા રાજાના દર્શને દેશભરના લોકો આવે છે. કલાકો સુધી કતારમાં ઉભા રહીને તેઓ ગણપતિની ભવ્ય મૂર્તિને થોડી પળો માટે અત્યંત શ્રદ્ધાપૂર્વક નીરખે છે. આખું મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈ આજથી ગણપતિમય બની જવાનું છે, ગુજરાતમાં પણ લોકો મોડી રાત સુધી જાગશે અને ભગવાન ગણપતિની સ્તુતિ કરશે.
વડોદરામાં ગણપતિ સ્થાપનની હોડ શરૂ થઈ હોય એમ દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ ગણપતિ સ્થાપન વડોદરામાં થાય છે.
જાણકારો તો ત્યાં સુધી કહે છે કે વડોદરામાં ગણપતિ સ્થાનનો મોહ એટલો તીવ્ર છે કે આગામી પાંચ વર્ષમાં તે મુંબઈને ટક્કર મારીને આગળ નીકળી જાય તો નવાઈ નહી ! અમદાવાદમાં પાંચ કરોડ રૂપિયાના પ્રસાદમાં અપાતા મોદકનું વેચાણ થશે એવો અંદાજ છે. પ્રસાદના પૈંડા તેમજ શીંગ સાકરીયાનો ઉપાડ પણ મોટાપાયે જાેવા મળશે.
છેલ્લા અઠવાડિયામાં ગણપતિની ર૦ કરોડ રૂપિયાની મૂર્તિઓ વેચાઈ હોવાનો અંદાજ છે. અગાઉના વર્ષોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ, સ્ટોન અને માર્બલમાંથી બનેલી કરોડો રૂપિયાની મૂર્તિઓ ચીનથી આવતી હતી. મૂર્તિઓ બનાવવાનો આખો બિઝનેસ ચીને ભારતના ગામડાઓ પાસેથી હાઈજેક કરી દીધો હતો.
મૂર્તિઓ બનાવનારાઓના વ્ય્વસાય પર ચીને મરણતોલ ફટકો માર્યો હતો. ચીનથી આવતી ગણપતિની મૂર્તિઓ ફિનિશિંગની દ્રષ્ટીએ આકર્ષક બનતી હતી, પરંતુ ભારત સરકારે ચીનથી આવતી મૂર્તિઓ સહિતની કેટલીક બનાવટો પર પ્રતિબંધ મૂકીને મૂર્તિઓ બનાવતા ગામડાઓના અર્થતંત્રને પુનર્જીવિત કર્યું છે.
ચીનથી આવતી મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકીને સરકારે સ્થાનિક મૂર્તિકારોની કલાને નિખારવાનો નવો અવસર આપ્યો છે. લાંબા સમયથી ચીનની ાયાતી ચીજાે સ્થાનિક બિઝનેસને ફટકો મારી રહી છે એવી રજુઆતો બાદ સરકારે એલર્ટ બની હતી. ચીનની ચીજાે પર પ્રતિબંધ મુકવાનું પગલું આજે રંગ લાવી રહ્યું છે.
સરકારે ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ ઈનિશિએટિવમાં ગણપતિની મૂર્તિઓ બનાવવાનો સમાવેશ કરીને ગામડાના અર્થતંત્રમાં પૈસો ફરતો કર્યો છે મૂર્તિઓ બનાવવાનો મુખ્ય વ્યવસાય જે ગામોમાં થતો હતોત્યાં ચીનના કારણે બેકારી આવી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. જાેકે મંડપ સુશોભન માટે વપરાતી નેવું ટકા ચીજાે આજે પણ ચીનની બનાવટો છે. ઝગમગ લાઈટોવાળી શણગાર બહુધા ચીનની બનાવટનો હોય છે.
છેલ્લાં બે વર્ષથી ગણપતિની મૂર્તિઓ ચીનથી આવતી બંધ થઈ ગઈ છે. હવે લોકો ખુદ સ્વદેશી બનાવટની મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ રાખે છે. મુંબઈ-મહારાષ્ટ્રથી મૂર્તિઓ વિવિધ પ્રદેશોમાં જાય છે. મૂર્તિઓ લઈ જવા માટે ટ્રેનોમાં વિશેષ બેઠકની વ્યવસ્થા કરવામાં આવે છે. મુંબઈથી વિમાન માર્ગે મૂર્તિઓ દુનિયાભરના દેશોમાં પહોંચાડાય છે.
કેટલીય રેસિડેન્શિયલ સોસાયટીઓ અને પોળોમાં ઘર દીઠ ચોકકસ રકમ ઉઘાવીને આગામી દસ દિવસ સુધી ઉજવણીનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે, જેમાં રાસગરબા જેવા મનોરંજક કાર્યક્રમોનો સમાવેશ પણ થઈ ગયો.
અંગ્રેજાેના શાસનકાળ દરમિયાન લોકોને એક સ્થળે એકત્ર કરવાના મુળ હેતુથી શરૂ કરાયેલો ગણપતિ મહોત્સવ આજે સમાજના તમામ વર્ગોમાં લોકપ્રિય બની ગયો છે. ગણપતિ મહોત્સવ ધાર્મિક મનોસ્થિતિને ઘુંટશે અને ધાર્મિક અર્થતંત્રને વેગ આપશે તે તો નકકી.