ચેઇન સ્નેચિંગ કરતી ગેંગનો કોડવર્ડ જાણીને ચોંકી જશો
‘આજ કુછ તુફાની કરતે હૈ’ કોડવર્ડ સાથે ચેઈન સ્નેચીંગ કરતાં બે આરોપીઓની ધરપકડ -ચેઈન સનેચિંગ કર્યા બાદ હોટલ પર ઠંડા પીણા અને વેફરની પાર્ટી કરતા હતા.
અમદાવાદ, પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે, તેમના નામ મોહમ્મદહયાન અન્સારી અને મોહમ્મદમોઈન શેખ છે. બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી મોહમ્મદહયાન અંસારી અને મોહમ્મદમોઈન શેખ બન્ને આરોપીઓ તથા અન્ય બે વ્યકિત તુફેલ ઉર્ફે માઉઝર શેખ તેમજ ઇમરાન ઉર્ફે કાણો મેવાતી આ ચારેયની એક ગેંગ હતી.
ક્રાઈમ બ્રાન્ચે તુફાની ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે સભ્યો હજી પણ પોલીસ પકડથી દૂર છે. તોફાની ગેંગના તમામ સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. “આજ કુછ તુફાની કરતે હૈ, કોડવર્ડનો ઉપયોગ કરી ચેઈન સ્નેચિંગ કરતા હતા. ચેઈન સનેચિંગ કર્યા બાદ હોટલ પર ઠંડા પીણા અને વેફરની પાર્ટી કરતા હતા.
અમદાવાદ શહેર અને ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં ચેઈન સ્નેચિંગની અનેક ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેને લઈને પોલીસ પણ સતર્ક બની હતી અને આ ચેઇન સ્નેચિંગોને શોધવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, શહેરના નિકોલ વિસ્તારમાં સ્નેચિંગ કરેલા ચેન વેચવા માટે અમુક લોકો આવી રહ્યા છે. જેના આધારે પોલીસે નારોલ વિસ્તારમાંથી બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ બંનેની પૂછપરછ કરતાં ચોકાવનારી વિગતો સામે આવી છે.
પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે, તેમના નામ મોહમ્મદહયાન અન્સારી અને મોહમ્મદમોઈન શેખ છે. બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી મોહમ્મદહયાન અંસારી અને મોહમ્મદમોઈન શેખ બન્ને આરોપીઓ તથા અન્ય બે વ્યકિત તુફેલ ઉર્ફે માઉઝર શેખ તેમજ ઇમરાન ઉર્ફે કાણો મેવાતી આ ચારેયની એક ગેંગ હતી.