સ્પિનર ચહલની પત્ની ધનશ્રી વર્લ્ડ કપમાં મચાવશે ધમાલ
મુંબઈ, ભારતમાં વર્લ્ડ કપ ૨૦૨૩ આવતા મહિને શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ ૫ ઓક્ટોબરથી ભારતની યજમાનીમાં રમાશે. આ મહિનાની શરૂઆતમાં વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. વર્લ્ડ કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમમાં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
૨૦૧૬માં ચહલે વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ત્યારથી તે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ભારતનો અગ્રણી સ્પિનર છે. જાેકે, તેમ છતાં ચહલને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.
યુઝવેન્દ્ર ચહલ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની સ્કીમ ઓફ થિંગ્સમાં પણ સામેલ નથી. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં સ્થાન મળ્યું છે. એશિયા કપની ફાઈનલમાં અક્ષર પટેલના બેકઅપ તરીકે વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ યુઝવેન્દ્ર ચહલના નામ અંગે કોઈ ચર્ચા નથી. આનો સ્પષ્ટ અર્થ છે કે તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળવાની કોઈ આશા નથી. વર્લ્ડ કપની ટીમમાં ૨૮ સપ્ટેમ્બર સુધી ફેરફાર થઈ શકે છે.
યુઝવેન્દ્ર ચહલ વર્લ્ડ કપ ટીમનો ભાગ નથી પરંતુ તેની પત્ની ધનશ્રી વર્મા વર્લ્ડ કપમાં જાેવા મળશે. વર્લ્ડ કપ ૨૦૨૩નું એન્થમ સોંગ બુધવારે રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહની સાથે ચહલની પત્ની ધનશ્રી પણ ડાન્સ કરી રહી છે. આ ગીતનું નામ ‘દિલ જશ્ન બોલે’ છે. ધનશ્રી વર્મા એક કોરિયોગ્રાફર અને ડાન્સર છે. ચહલ અને તેની મુલાકાત તે સમયે થઈ જ્યારે તે ડાન્સ ક્લાસમાં હતી.
ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ યુઝવેન્દ્ર ચહલ કાઉન્ટી રમવા ઈંગ્લેન્ડ આવ્યો છે. તે ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ કેન્ટ માટે રમી રહ્યો છે. ડેબ્યૂ મેચમાં તેણે પાંચ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. ભારતીય ટીમ આવતા મહિને એશિયન ગેમ્સમાં પણ ભાગ લેવાની છે. ચહલને પણ તે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.SS1MS