Western Times News

Gujarati News

કોર્પોરેશનના 15 પ્લોટોમાં હવે ઘરનો કાટમાળ ઠાલવી શકાશે

AMC મ્યુનિસિપલ તંત્ર દ્વારા નાગરિકો માટે વિનામૂલ્યે કાટમાળના કચરાના નિકાલ માટે પ્લોટની વ્યવસ્થા ઊભી કરાઈ

(એજન્સી) અમદાવાદ, સામાન્ય રીતે વિકાસની દૃષ્ટિએ હરણફાળ ભરતા અમદાવાદમાં રોજેરોજ જૂના ઘરનું રિપેરિંગ કામ સતત હાથ ભરાતું રહ્યું છે. અનેક નાગરિકો જુનું ઘર જમીનદોસ્ત કરી તે જગ્યાએ તંત્રમાં મંજૂર કરાવેલા પ્લાન મુજબ નવું બાંધકામ પણ ઊભું કરતા રહ્યા છે.

શહેરભરમાં નવા નવા કન્સ્ટ્રકશનો થતાં પણ જાેવા મળે છે. એટલે કે બીજા અર્થમાં અમદાવાદમાં બાંધકામની પ્રવૃત્તિ ફૂલીફાલી રહી છે, જાે કે પોતાના ઘરના રિપેરિંગ કે મરામતનો કાટમાળ ઘણા કિસ્સામાં નાગરિકો રોડ પર જ ઠાલવતા હોય છે, જેના કારણે તંત્ર નાગરિકો વચ્ચે અવારનવાર માથાકૂઠ થાય છે

તેમજ સત્તાવાળાઓને પણ રોડ પરનો આ કચરો હટાવવા માટે કવાયત હાથ ધરવી પડે છે, જાે કે હવે તંત્ર અને નાગરિકો વચ્ચેની આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. સત્તાધીશોએ શહેરમાં કુલ ૧પ મ્યુનિસિપલ પ્લોટને કાટમાળના કલેક્શન સેન્ટર તરીકે જાહેર કર્યા છે, જ્યાં નાગરિકો કોઈપણ જાતની ચિંતા રાખ્યા વગર પોતાનો કાટમાળ વિનામૂલ્યે આ કલેક્શન સેન્ટરમાં ઠાલવી શકશે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ અમદાવાદ છેલ્લા ચાર વર્ષથી ક્લિનેસ્ટ મેગા સિટી બની રહ્યું છે. શહેરમાં વસતા નાગરિકોના જાહેર આરોગ્યના હિતમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના કારણે અમદાવાદ વધુને વધુ સ્વચ્છ અને સુંદર બની રહ્યું છે.

નાગરિકો વિનામૂલ્યે તેમના ઘરના રિપેરિંગ-મરામતના કાટમાળ, ડેબ્રિજ, માટી-પૂરણી કે સીએનડી વેસ્ટનો વિનામૂલ્યે તેમના સાધનો દ્વારા નિકાલ કરી શકે તે માટે શહેરભરમાં કુલ ૧પ પ્લોટ નક્કી કરાયા છે. આ ૧પ પ્લોટ સીએનડી વેસ્ટ કલેક્શન સેન્ટર તરીકે નાગરિકોની સુવિધામાં વધારો કરશે, જ્યાં નાગરિકો પોતાના કાટમાળના કચરાનો નિકાલ કરી શકે છે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી કહે છે.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા નક્કી કરાયેલા પ્લોટની વિગત તપાસતા પૂર્વ ઝોનમાં એસપી રિંગરોડ પર સુપેરિયા-ર હોટલ સામે, વસ્ત્રાલના રિંગરોડ પાસેથી પુષ્પ રેસિડેન્સીની બાજુમાં, પશ્ચિમ ઝોનમાં રાણીપના કિર્તન એપાર્ટમેન્ટ પાછળના ભાગમાં આવેલી ખાડાવાળી ખુલ્લી જમીનમાં, વાસણામાં ટીવીએસ શો-રૂમ પાછળની જગ્યામાં આવેલા સોરાઈનગર મેદાનમાં,

ઉત્તર જાેનમાં નરોડાના નરોડા-દહેગામ રોડ પરની જીઈબી સામે, સરદારનગરમાં આઈટીઆઈ રોડ પરની કુબેરનગર આઈટીઆઈ પાસે, દક્ષિણ ઝોનમાં લાંભાના ઓમશાંતિનગરની કેનાલની બાજુમાં, ઈન્દ્રપુરીના રામોલ રોડ પરની પ્રદ્યુમન સોસાયટી પાસેનો ખુલ્લો પ્લોટ અને નારોલમાં નારોલ રોડ પરના નારોલ માસ્ટર પટેલવાસ જતા રાજનંદ રેસિડેન્સીની બાજુમાં મધ્યમ ઝોનમાં એસટી બસસ્ટેન્ડ પાસેની ભૂતની આંબલી નજીક,

સારંગપુરમાં પાણીની ટાંકી પાસે માધવબાગ, દરિયાપુરમાં પ્રેમદરવાના પાસે અને અસારવા ગામમાં દાદા હરિની વાવ પાસે તેમજ ઉત્તર પશ્ચિમ જાેનમાં ગોતાના ઓગણજ રોડ પરની સેન્ટ મેરી સ્કૂલ પાસે અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મકરબાની મકરબા સરકારી ચાવડી પાસે એમ કુલ ૧પ સ્થળોએ નાગરિકો પોતાના કાટમાળનો નિકાલ કરી શકે છે.

આ ઉપરાંત નાગરિકોના રહેણાંક કે ફરિયાદના સ્થળ ઉપરથી માટી-પૂરણી ઉપાડવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા ચાર્જેબલ વ્યવસ્થા કરાઈ છે, જે મુજબ ફોન નં.૧પપ૩૦૩ ઉપર નાગરિક માટી-પૂરણી ઉપાડવા માટે ફરિયાદ નોંધાવી શકશે, જેમાં એક મેટ્રિક ટનથી ઓછા વેસ્ટ માટે પ્રતિ ટ્રિપદીઠ ઓછામાં ઓછા રૂા.ર૦૦,

એકથી પાંચ મેટ્રિક ટન વેસ્ટ માટે પ્રતિ મેટ્રિક ટનના ભાવ રૂા.રરપ મુજબ પ્રતિ ટ્રિપદીઠ ઓછામાં ઓછા રૂા.૬૭પ અને પાંચ મેટ્રિક ટનથી વધારે વેસ્ટ માટે પ્રતિ મેટ્રિક ટન રૂા.ર૧ર.પ૦ મુજબ પ્રતિ ટ્રિપદીઠ ઓછામાં ઓછા રૂા.૧૭૦૦ તંત્રને ચૂકવવા પડશે. ફરિયાદનો નિકાલ થયેથી એજન્સી દ્વારા સીસીઆરએસ મારફતે જે તે નાગરિક અને તંત્રને પણ જાણ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.