Western Times News

Gujarati News

પોલીસ કર્મચારીનો પુત્ર જ ડ્રગ્સ સપ્લાયર નીકળ્યો

પ્રતિકાત્મક

(એજન્સી)સુરત, સુરત પોલીસે ડ્રગ્સ,ગાંજાની હેરાફેરી કરતા પોલીસ પુત્રની ધરપકડ કરી છે. વેસુ પોલીસે બાતમી આધારે શહેરના સિટીલાઈટ વિસ્તારમાં માંથી પોલીસ કોન્સ્ટેબલના પુત્રને ડ્રગ્સ, ગાંજા સાથે પકડી ઉમરા પોલીસના હવાલે કર્યો છે. આરોપી નવસારીના યુવક પાસેથી સ્નેપ ચેટથી ગાંજાનો ઓર્ડર આપી મંગાવતો હતો. વરાછા યુવક પાસેથી ડ્રગ્સ મંગાવી વેચતો હતો.

સુરત શહેર પોલીસ એક તરફ નો ડ્રગ્સ ઇન સુરત સીટી બનાવવા મુહિમ ચલાવી રહી છે. ત્યારે સુરત પોલીસ કર્મચારીનો પુત્ર જ ડ્રગ્સ, ગાંજાની હેરાફેરી કરતા પકડાયો છે. પોલીસ પુત્ર દિવ્યેશ તડવા સિટીલાઈટ વિસ્તારમાં ડ્રગ્સ, ગાંજા આપવા જવાનો હતો.પોલીસે બાતમીના આધારે આરોપી પોલીસ પુત્રને સિટીલાઈટ ખાતેથી ડ્રગ્સ,ગાંજા સાથે પકડી પડ્યો છે.

શહેરના અલથાન ખાતે આવેલ મંગલધામ સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય દિવ્યેશ કડવા સુરત શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા દેવચંદ તડવાનો પુત્ર છે. દિવ્યેશ છેલ્લા ૭ મહિનાથી ડ્રગ્સ, ગાંજાની હેરાફેરી કરતો હતો. વેસુ પોલીસે બાતમીના આધારે આરોપી પોલીસ પુત્રને ડ્રગ્સ, ગાંજાના મુદ્દામાલ સાથે પકડી પડયો છે.

આરોપી પાસેથી ૨૯ હજારથી વધુની કિંમતનું ડ્રગ્સ સાથેજ ૩ હજારથી વધુની કિંમતનો ગાંજાે મળી આવ્યો હતો. હાલ વેસુ પોલીસે આરોપી પોલીસ પુત્રને ઉમરા પોલીસના હવાલે કર્યો છે. પોલીસ પૂછપરછ બહાર આવ્યું છે કે, આરોપી દિવ્યેશ નવસારીના સુલેમાન પાસેથી સ્નેપ ચેત પરથી ઓર્ડર આપી ગાંજાે મંગાવતો હતો.

સાથે જ વરાછા ખાતે રહેતો તેનો મિત્ર વિજય વઘાસિયા પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો.આરોપી દિવ્યેશ ડ્રગ્સને પોતાની એક્ટિવા મોપેટમાં રાખી વેચતો હતો. વેસુ પોલીસે બાતમીના આધારે આરોપી દિવ્યેશ તડવાને પકડી પડયો હતો.

આરોપી મોપેટ ગાડીમાં તપાસ કરતા ગાડી માંથી રૂપિયા ૨૯ હજારથી વધુની કિંમતનો ૧૯૮.૯૮૦ ગ્રામ ચરસ સહિત રૂપિયા ૩ હજારથી વધુની કિંમતનો ૭.૯૭૦ ગ્રામનો ગાંજાે મળી આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.