Western Times News

Gujarati News

ફાઈવ સ્ટાર હોટલ જેવા કેમ્પ લાગ્યા અંબાજીમાં પદયાત્રીઓ માટે

(એજન્સી)અંબાજી, ભક્તિ શક્તિ અને અસ્થાન કેન્દ્ર સમાં જગતજનની માં અંબાના ધામમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થતા જ લાખો ભક્તો માં અંબાના ધામમાં ઉમટી પડ્યા છે ભક્તો નાચતા ગાતા ઢોલ નગારા સાથે માં ના ધામમાં મંદિર પરિસરમાં આવી પહોંચ્યા છે.

ભક્તો અંબાના ધામમાં આવતા તેમનામાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.. સુરતના ઓલપાડથી ૧૩ દિવસ પગપાળા યાત્રા કરીને ૫૦ લોકોનો સંઘ માં અંબાના ધામમાં આવી પહોંચ્યો છે વરસાદ માં પણ આ સંઘના ભક્તો સતત ચાલતા રહ્યા

અને ૧૩ દિવસ બાદ માં અંબાના ધામ આવીને માતાજીના દર્શન કરીને ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી. ૧૩ ગજની ધજા લઈને આવેલા ભક્તો માતાજીને ધજા અર્પણ કરશે.

અંબાજીના માર્ગો ઉપર રાહત અને સેવા કેમ્પોમાં બન્યા છે. ચાલતાં આવતાં ભક્તોની સેવા માટે ઉત્તર ગુજરાતના રસ્તાઓ પર ‘ફાઈવ સ્ટાર’ કેમ્પનું આયોજન કરાયું છે. પદયાત્રીઓને જમવાની, આરામની સુવિધા, ઠંડુ પાણી, દવાઓ, પગને આરામ આપવા માટે મસાજ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભક્તોનું કહેવું છે અમે સતત ૧૩ દિવસ ચાલીને માંના ધામમાં પહોંચીને દર્શન કર્યા છે જેથી અમારો તમામ થાક ઉતરી ગયો છે અમે છેલ્લા ૩ વર્ષથી ૫૦ લોકોનો સંઘ લઈને આવીએ છીએ અમને ખુબજ મજા આવે છે માતાજી તમામ ભક્તો ઉપર પોતાની કૃપા બનાવી રાખે. જાેકે સંઘમાં ૭૦ વર્ષની ઉંમરના લોકો પણ જાેડાઈને ૧૩ દિવસ ચાલીને અંબાજી પહોંચ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.