અદાણી ગ્રુપ કાનપુરમાં ૧૩ પ્રકારની રાયફલ અને પિસ્તોલનું નિર્માણ કરશે

કાનપુર, અદાણી ગ્રુપ હવે બંદુક અને પિસ્તાોલ બનાવવાના વ્યવસાયમાં ઝંપલાવશે. અદાણી ગૃપ કાનપુરમાં ૧૩ પ્રકારની પિસ્તોલ અને રાયફલ બનાવશે. યુપી ડીફેન્સ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરના કાનપુર સ્થિત પ્લોટ નંબર એસ.-૩ ને નિર્માણ સ્થળ છે. પસંદ કરવામાં આવ્યું છે.
અહી ર૦ એઅમએમ કેલીબરથી માંડીને ૧પપ એમએમ કેલીર સુધીની ગન મજ કારતુસની રેન્જ તૈયાર થશે. તેમાં અદાણી ગ્રુપની કંપની કેર બેલીસ્ટા સીસ્ટમ લીમીટેડને ઈઝરાયેલની કંપની એલીબ્ટ સીસ્ટમ સહયોગ આપશે. બંને કંપનીઓ વચ્ચે આની સમજુતી થઈ ચુકી છે.
કેરોબીલીસ્ટાએ બધી ૧૩ પ્રકારની ગન અને આર્ટીલરી રેન્જ માટે ડીફેન્સ લાયસન્સ પણ હાંસલ કરીને ઉધોગ વિભાગને સોપી દીધી છે. અદાણી ગ્રુપે એ પણ જણાવ્યું હતું કે કઈ કઈ કેલીબરની બંદુક સીસ્ટમ અને આર્ટીીલરી અહી વિકસીત થશે. તેના પર હાલ ૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. દર વર્ષે અહી ૩૦૦ બંદુક સીસ્ટમનું ઉત્પાદન કરાશે.
અહી ત્રણેય સેનાની પાંખની જરૂરતોના હિસાબે પણ આર્ટીલરી વિકસીત કરાશે તેમાં મોટાભાગની બંદકો જમીન પર રાખીને દુશ્મનો પર વાર કરવા માટે છે.
ઉત્પાદન કેરો બેલીસ્ટાનમાં નિર્દેશક અશોક વાઘવાને ઉધોગ વિભાગને જે રીપોર્ટ મોકલ્યા છે. તે અનુસાર વર્ષ ર૦ર૪માં ગનનું ઉત્પાદન શરૂ કરાશે. એક લાખ રૂપિયાના દર મહીને ભાડા પર જમીન અદાણી ગ્રુપે લીધી છે. જે યુપીડા દ્વારા ૧૦૬ હેકટરમાંથીી પ એકર ફાળવાઈ છે.