માણાવદરમાં સ્વામિનારાયણ મંદિરના નિર્માણને આજે 187 વર્ષ પૂર્ણ થયા
માણાવદરના ગાંધી ચોકમાં આવેલું અને સ્વામિનારાયણના તીર્થસ્થાનોમાં પાંચમું સ્થાન ધરાવતું શ્રી સ્વામિનારાયણ મંદિરના આજે 187 વર્ષ થયા છે.
સંવત 1892માં ઈ.સ 1836 માં માણાવદર રાજ્યના નવા કમાલુદ્દીખાન બાબીએ હરિભક્તો તથા મયારામ ભટ્ટની વિનંતીથી શ્રી હરી મંદિરની રચના માટે વિનંતી કરતા 25 સપ્ટેમ્બર 1836 ના રોજ શ્રી હરી મંદિર માટે દરબારગઢ સામે માંગણી મુજબની જગ્યા આપી હતી.
આ શ્રી હરિ મંદિરમાં શ્રી રઘુવીર મહારાજના હસ્તે સૌપ્રથમ શ્રીજી પ્રસાદીના લાલજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ આ જગ્યા ટૂંકી પડતા વિશાળ મંદિર બાંધવા અંગે રજૂઆત કરતા નવા બે 900 ચોરસ વાર વધારે જમીન ફાળવી હતી તેનો દસ્તાવેજ લખાણ સંવત 1911 અને ઈ.સ 1855 માં લખી આપ્યો હતો. તસવીર અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર