સાયન્સ સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત – સમિટ ઓફ સક્સેસ’ કાર્યક્રમની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ
વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષની ઉજવણી થશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે તા.૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત વડાપ્રધાનશ્રી સાયન્સ સિટી ખાતે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે.
‘વાઇબ્રન્ટ ગુજરાત – સમિટ ઓફ સક્સેસ’ થીમ સાથે કાર્યક્રમની ઉજવણી થશે. ઉજવણીને અનુરૂપ વિજ્ઞાન ભવનને વાઇબ્રન્ટ રંગો સાથે સજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત નોબલ ડોમ ખાતે વાઇબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષની સફળતાની ઝાંખી અને માઈલ સ્ટોન દર્શાવતું પ્રદર્શન યોજાશે. માનનીય વડાપ્રધાન શ્રી આ પ્રદર્શન ખુલ્લુ મૂકશે.
ઉપરાંત આ કાર્યક્રમમાં ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા સાહસિકો, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો પણ હાજર રહેશે. કાર્યક્રમની ભવ્ય ઉજવણી માટે વિવિધ વિભાગો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના વિઝનને અનુરૂપ –વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ની ૧૦મી આવૃત્તિની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર‘
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે તા.૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત વડાપ્રધાનશ્રી સાયન્સ સિટી ખાતે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે.
આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન અને મુખ્ય સચિવ શ્રી રાજકુમાર ઉપસ્થિત રહેશે.
૨૦ વર્ષ પહેલા, તા.૨૮મી સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં પણ સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે. આટલા વર્ષોથી વિશ્વભરના રાજ્યોના વડાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, થોટ લીડર્સ, શિક્ષણવિદો અને પ્રતિનિધિઓની હાજરી આ સમિટમાં જોવા મળી છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જે દેશના અન્ય રાજ્યો માટે પણ રોલ મોડલ રહી છે, તેણે છેલ્લા બે દાયકાઓમાં રાજ્ય માટે જે પ્રકારની વિકાસ અને વૃદ્ધિ હાંસલ કરી છે તે જોતાં, આ સમિટ આજની તારીખમાં પણ અજોડ અને અદ્વિતીય છે. ૨૦૦૩માં નાના પાયે શરૂ થયેલી આ સમિટમાં, વર્ષ ૨૦૧૯માં ૧૩૫થી વધુ રાષ્ટ્રોના ૪૨ હજારથી વધુ પ્રતિનિધિઓની જબરદસ્ત ભાગીદારી જોવા મળી હતી.
આજે આ સમિટ સર્વસમાવેશક આર્થિક-સામાજિક વિકાસ માટે બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે વિકસિત થઈ છે. સક્રિય નીતિ સંચાલિત અભિગમ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એટલે કે વેપાર માટેની સરળતા, વેપાર-ધંધા માટે અનુકૂળ વાતાવરણ અને મજબૂત ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓના કારણે ગુજરાત છેલ્લા બે દાયકાઓથી રોકાણ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષોની ઉજવણી કરતા આ કાર્યક્રમમાં રાજદ્વારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ આપતી કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો સહભાગી થશે.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીનું વિઝન અને વાયબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષોને ઉજાગર કરતી એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ એનામોર્ફિક સ્ક્રીન પર દર્શાવવામાં આવશે.
વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના વિઝનને અનુરૂપ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ની ૧૦મી આવૃત્તિની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે.