શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ
પ્રાથમિક શાળામાં છેલ્લાં ૧૮ વર્ષથી આચાર્ય તરીકે કાર્ય કરતાં મનહરભાઇ છોટાભાઇ પ્રજાપતિ
જંબુસર તાલુકા શિક્ષક ક્રેડિટ સોસાયટીની ૯૨મી વાર્ષિક સાધારણ સભા મળી.
ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. દરેકના જીવનમાં બાળપણ વિત્યા બાદ દરેક બાળકને પ્રા. શાળા બાલમંદિર હાઇસ્કૂલ, કોલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે પોતાના વાલીઓ મોકલે છે. ત્યારે ગુરૂ દ્વારા મળેલ જ્ઞાનથી એ બાળક પોતાના જીવનમાં ઉંચા શિખરો સર કરે છે એ આપણે સૌ જાણીએ જ છે. વાત છે.
જંબુસર તાલુકાના કહાનવાના માસરીયાવગા પ્રાથમિક શાળાની આ પ્રાથમિક શાળામાં છેલ્લાં ૧૮ વર્ષથી આચાર્ય તરીકે મનહરભાઇ છોટાભાઇ પ્રજાપતિ, રહે. મુવાલ, તા. પાદરા તેઓ બાળકોને શિક્ષણ સાથે રમતગમત અને વાર-તહેવારે બાળકોને પ્રસંગોચિત્ત ઉજવણી કરાવે છે અને બાળકોને શિક્ષણનું જ્ઞાન આપે છે. તા. ૨૪-૦૯-૨૦૨૩ ના રોજ શ્રી જંબુસર તાલુકા શિક્ષક ક્રેડિટ સોસાયટીની ૯૨મી વાર્ષિક સાધારણ સભા સ્વામીનારાયણ મંદિર જંબુસર ખાતે મળી હતી.
આ સભાના અધ્યક્ષ કાવી સ્થંભેશ્વર મંદિરના મહંત શ્રી વિદ્યાનંદ મહારાજ ઉપસ્થિત રહી સૌને આશીર્વાદ આપ્યા હતા. આ વાર્ષિક સામાન્ય સભામાં હિસાબો અને અન્ય ચર્ચા વિચારણા થઇ હતી.
આ પ્રસંગે ચેરમેન દિનેશચંદ્ર મકવાણા વાઇસ ચેરમેન સંજયભાઇ પરમાર વિગેરેએ સોસાયટીના અહેવાલ અને અનેક ચર્ચાઓ કરી હતી. જ્યારે આ વાર્ષિક સાધારણ સભામાં માનદ ઓડિટર તરીકે મનહરભાઇ છોટાભાઇ પ્રજાપતિ (કહાનવા – માસરીયા વગા) પ્રા. શાળાના આચાર્યની નિમણૂંક કરી હતી
અને સમગ્ર સોસાયટીના અગ્રણીઓએ શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે શ્રી મનહરભાઇ સી. પ્રજાપતિ શ્રી વાકળ કાનમ પ્રજાપતિ સમાજના મંત્રી તરીકે નિઃસ્વાર્થ ભાવે પુરા ખંત અને મહેનતથી પોતાની સેવાઓ આપી રહ્યા છે.એક કહેવત છે કે “શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ .