Western Times News

Gujarati News

અજય દેવગનની સ્પોર્ટ્‌સ બાયોપિક ફિલ્મ મેદાન ટૂંકમાં જ રિલિઝ થશે

મુંબઈ, અજય દેવગનની સ્પોર્ટ્‌સ બાયોપિક ફિલ્મ મેદાન કોરોના સમયગાળા દરમિયાન નવેમ્બર ૨૦૨૦માં રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડને કારણે ફિલ્મ પોસ્ટપોન રાખવામાં આવી હતી. મેદાનનું ટીઝર માર્ચ ૨૦૨૩માં રિલીઝ થયું હતું, પરંતુ ફિલ્મની રિલીઝને પોસ્ટપોન રાખવામાં આવી રહી છે. અગાઉ સમાચાર હતા કે મેદાન જૂનમાં રિલીઝ થશે, પરંતુ હવે ફિલ્મના મેકર બોની કપૂરે કહ્યું છે કે ફિલ્મમાં હજુ કામ કરવાનું બાકી છે.

ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, પરંતુ ફહ્લઠ પર કામ ચાલી રહ્યું છે. મેદાનમાં ભારતીય ફૂટબોલના ગોલ્ડન એરાની ૧૯૫૨ થી ૧૯૬૨ સુધીના સ્ટોરી બતાવવામાં આવશે. ફિલ્મમાં અજય દેવગન લીડ રોલ પ્લે કરી રહ્યો છે.

એક ઈન્ટરવ્યુમાં મેદાનના નિર્માતા બોની કપૂરે કહ્યું, “ચેન્નાઈમાં મેં લગભગ ૩૦૦ લોકો સાથે ફિલ્મના કેટલાક ભાગો જાેયા. લોકોને ફિલ્મની ઝલક ખૂબ જ પસંદ આવી રહી છે. મેદાનનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ફિલ્મના ફહ્લઠ પર કામ ચાલી રહ્યું છે, જેના કારણે થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ ફિલ્મનું બજેટ વધારવામાં આવ્યું નથી. મેદાન વિશે બોની કપૂરે કહ્યું કે આ ફિલ્મ એક એવી ફિલ્મ છે જે લાંબા સમય સુધી મોટા પડદા પર રહેશે. દંગલ જેવી આ એક અનોખી ફિલ્મ છે, જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે.

મેદાનની રિલીઝ ડેટને લઈને અપડેટ આગામી સપ્તાહમાં બહાર આવી શકે છે. પરંતુ મેકર્સનું કહેવું છે કે તેમને ફિલ્મ રિલીઝ કરવાની કોઈ ઉતાવળ નથી. અજય દેવગન સાથે સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ મેદાનમાં જાેવા મળશે. આ ફિલ્મ બોની કપૂર, આકાશ ચાવલા અને અરુણવ રોય સેન ગુપ્તા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. મેદાનનું નિર્દેશન અમિત રવિન્દ્રનાથ શર્માએ કર્યું છે.

આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મોની વાત કરીએ તો બોક્સ ઓફિસ પર ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો પાઈપલાઈનમાં છે. આ વર્ષે રિલીઝ થનારી મોટી ફિલ્મોમાં ટાઈગર ૩, એનિમલ અને ડંકી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આવામાં મેકર્સે ચોક્કસ તારીખ માટે આવતા વર્ષ સુધી રાહ જાેવી પડી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.