પોસલિયામાં એક માસથી કાર્યરત નિઃશુલ્ક રામદેવ યાત્રી ગુજરાતી ભંડારાનું સમાપન
નિઃશુલ્ક ગુજરાતી ભંડારાનો ૭૦ હજાર લોકોએ લાભ લીધો હતો. જેમાં રાત્રિ નિવાસ,ચા-નાસ્તો , શુદ્ધ ઘીનું ભોજન મેડિકલ સેવા સહિત સેવા ઉપલબ્ધ કરાય છે
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના મોટી ઇસરોલના શ્રી રામદેવ સેવા સમિતિ અને રામદેવ સેવા સમિતિના સહયોગથી પોસાલીયા સર્વેશ્વર દૂધ ડેરી પ્લાન્ટનાના પ્રાંગણમાં એક મહિનાથી કાર્યરત હતું.
નિઃશુલ્ક ગુજરાતી ભંડારાનું પોસલીયા પાસે ખંદરા રામદેવ આશ્રમના ગાદીપતિ સંત રામનાથજી મહારાજના પ્રમુખસ્થાને સમાપન બાબા રામદેવજીની મહા આરતી સાથે થયું હતું.
રામદેવજીની અસીમ કૃપા અને પૂ હીરાદાદાના આશીર્વાદ અને પ્રેરણાથી આ ભંડારો એકવીસ વર્ષથી કાર્યરત છે.દર વર્ષે યાત્રાળુઓના વધતા જતા પ્રવાહને લઈ આ વર્ષે વિશાળ ડોમ બનાવાયો હતો અને અંદાજે ૭૦ હજાર લોકોએ લાભ લીધો હતો. જેમાં રાત્રિ નિવાસ,ચા-નાસ્તો , શુદ્ધ ઘીનું ભોજન મેડિકલ સેવા સહિત સેવા ઉપલબ્ધ કરાય છે
ભંડારામાં આવતા રણુંજા જતા આવતા સહિત કોઈપણ યાત્રિક જે પદયાત્રી હોય કે વિવિધ વાહનો દ્વારા આવતા હોય બધા જ માટે ખુલ્લો રહે છે.તેમણે આજે સમાપન પ્રસંગે તમામ સહયોગીઓ, સેવાદારો અને દાન દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમારોહમાં ભામાશાહ. સેવાદરોનું સાફો પહેરાવી અને પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંચાલક પ્રભુદાસભાઈ પટેલે અગ્રણીઓ અને સેવાદરોનું સન્માન કર્યું હતું.જેમાં સેવા સાથી કિશોરસિંહ રાવ ભાટકોટા, કાંતિભાઈ પટેલ(મુનપુર.કડાણા), પોસાલિયાના સર્વેશ્વર દૂધ ડેરી પ્લાન્ટના પવનજી અગ્રવાલ, એમડી દેવેન્દ્રકુમાર મલિક,
નિઃશુલ્ક જલસેવા આપતા બાબા કોલ્ડના સોફ્ટ ડ્રિંકિંગ વોટર પ્રોવાઈડર જીતુભાઈ સેન, વોટર ટેન્કર સર્વિસ પ્રોવાઈડર ગોવિંદસિંહ દેવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. . પૂર્વ જિલ્લા સ્કેટર અને વરિષ્ઠ પત્રકાર હમીરસિંહ રાવ, ભગીરથ વિશ્નોઈ, શૈતાન સિંહ દેવડા, બાબા રામદેવ ટેન્ટ હાઉસના ચૌથારામ ,
પૂર્વ સરપંચ રાજેન્દ્રકુમાર માલી, ભુરસિંગ દેવડા, નરપતસિંહ દેવડા,બાબુલલ મીણા, લાડુરામ માળી, રાજુભાઈ માળી, નરેન્દ્રસિંહ રાવ, દલારામ ટેલર, મો. ગર્ગ, વિક્રમ મીણા, ભેરારામ મીણા, જગતારામ મીણા, નારાયણલાલ માળી, માળી, રસોઇદાર પ્રહલાદ કુમાર માળી,
શૈતાનસિંહ રાજપૂત, સુમિત કુમ્હાર, બાબારામ, ભરત મીણા, રામારામ મીણા, અનેક પ્રતિષ્ઠિત નાગરિકો, સેવા કરતા યુવાનો. ગામના ભાઈઓ-બહેનો અને સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા હતા.