ભારત સામે બે વનડે ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની શાનદાર વાપસી
રાજકોટ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં મહેમાન ટીમે શાનદાર જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ રાજકોટમાં ભારતને ૬૬ રને પરાજય આપ્યો છે. ત્રણ મેચની સિરીઝ ભારતે ૨-૧થી કબજે કરી છે. હવે આ બંને ટીમ વિશ્વકપમાં ૮ ઓક્ટોબરે આમને-સામને ટકરાશે.
ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૫૨ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ ૨૮૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા લક્ષ્યના જવાબમાં ભારતે સારી શરૂઆત કરી હતી.
રોહિત શર્મા અને વોશિંગટન સુંદરે પ્રથમ વિકેટ માટે ૭૪ રનની ભાગીદારી કરી હતી. સુંદર ૧૮ રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્માએ ૫૭ બોલમાં ૫ ચોગ્ગા અને ૬ ગગનચુંબી છગ્ગાની મદદથી ૮૧ રન ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ ૬૧ બોલમાં ૫ ચોગ્ગા અને એક સિક્સ સાથે ૫૬ રનનું યોગદાન આપ્યું હતું.
શ્રેયસ અય્યરે ૪૩ બોલમાં એક ફોર અને બે સિક્સ સાથે ૪૮ રન ફટકાર્યા હતા. કેએલ રાહુલ ૨૬ રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ માત્ર ૮ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. કુલદીપ યાદવે ૨ અને જસપ્રીત બુમરાહે ૫ રનનું યોગદાન આપ્યું હતું. રવીન્દ્ર જાડેજાએ ૩૫ રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજ ૧ રન બનાવી આઉટ થયો હતો.
રાજકોટની સપાટ પિચ પર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે શાનદાર બોલિંગ કરી હતી. મેક્સવેલે રોહિત શર્મા, વિરાટ કોહલી, વોશિંગટન સુંદર અને શ્રેયસ અય્યરને આઉટ કર્યા હતા. મેક્સવેલે ૧૦ ઓવરમાં ૪૦ રન આપી ૪ સફળતા મેળવી હતી. જાેશ હેઝલવુડને બે સફળતા મળી હતી. આ સિવાય સ્ટાર્ક, ગ્રીન, તનવીર સંઘા અને કમિન્સને એક-એક વિકેટ મળી હતી.
ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરી હતી. ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની જાેડી ઇનિંગની શરૂઆત કરવા મેદાન પર આવ્યા હતા. બંનેએ પ્રથમ ૨ ઓવરમાં માત્ર ૭ રન બનાવ્યા હતા. આ પછી માર્શે ઈનિંગની ત્રીજી ઓવરમાં બુમરાહ સામે ૧૪ રન બનાવીને સ્કોરને ઝડપી બનાવવાની શરૂઆત કરી હતી. ચોથી ઓવરમાં વોર્નરે સિરાજ સામે ૧૬ રન બનાવ્યા અને બંને છેડેથી આક્રમણ શરૂ કર્યું.
ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની ઓપનિંગ જાેડીએ ૭મી ઓવરના અંતે કોઈ પણ નુકશાન વિના સ્કોર ૬૫ રન સુધી પહોંચાડ્યો હતો. કાંગારુ ટીમને પહેલો ઝટકો નવમી ઓવરના પહેલા બોલ પર વોર્નરના રૂપમાં લાગ્યો હતો. વોર્નરે પ્રસિદ્ધ કૃષ્ણના બોલ પર પાછળની તરફ મોટો શોટ રમવાનો પ્રયાસ કરતાં તેનો કેચ વિકેટકીપર કેએલ રાહુલને આપ્યો. વોર્નર ૩૪ બોલમાં ૫૬ રનની આક્રમક ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ ૧૦ ઓવરના અંતે ઓસ્ટ્રેલિયન ટીમ ૧ વિકેટના નુકસાને ૯૦ રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.
વોર્નર આઉટ થયા બાદ સ્ટીવ સ્મિથ અને માર્શે રનરેટ જાળવી રાખી હતી. બંનેએ ૨૨ ઓવરમાં ટીમનો સ્કોર ૧૫૦ને પાર પહોંચાડી દીધો હતો. માર્શ સતત પ્રહાર કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમને ૨૧૫ રનનો સ્કોર પર બીજાે ઝટકો લાગ્યો, જ્યારે મિશેલ માર્શ ૮૪ બોલમાં ૯૬ રન ફટકારી કુલદીપનો શિકાર બન્યો હતો. માર્શ આઉટ થયા બાદ ભારતીય ટીમને વાપસીની તક મળી હતી. સ્ટીવ સ્મિથ ૨૪૨ રનના સ્કોર પર આઉટ થયો હતો. સ્મિથે ૭૪ રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીન માત્ર ૯ રન બનાવી આઉટ થયો હતો. મેક્સવેલ પણ મોટી ઈનિંગ રમી શક્યો નહીં.SS1MS