Western Times News

Gujarati News

સંજય મિશ્રાની ફિલ્મ ગુઠલી લડ્ડુ ૧૩ ઓક્ટોબરે રિલીઝ થશે

મુંબઈ, અભિનેતા સંજય મિશ્રાની ફિલ્મ ગુઠલી લડ્ડુ ૧૩ ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મ સામાજિક ભેદભાવની સાથે સાથે શિક્ષણના અધિકારની વાત કરે છે. સંજય મિશ્રા આ ફિલ્મમાં પ્રિન્સિપાલની ભૂમિકામાં જાેવા મળે છે.

કોમેડી અંગે તેણે કહ્યું કે, દરેક વ્યક્તિને કોમેડી ખૂબ જ સરળ લાગે છે, પરંતુ સારા કોમેડી સીન આપવા મુશ્કેલ છે. તેણે કહ્યું કે, ફિલ્મોમાં સારા સીન ખેંચવા એ એક ટીમ વર્ક છે. તમે એકલા કેટલું સારું કરી રહ્યા છો તેનાથી કોઈ ફરક પડતો નથી. સંજય મિશ્રાનું માનવું છે કે સફળતા મેળવ્યા પછી વ્યક્તિએ બદલાવ ન આવવો જાેઈએ.

સંજય મિશ્રાએ કહ્યું, શરૂઆતમાં હું ડાયલોગ્સને થોડો ઇમ્પ્રૂવાઇઝ કરતો હતો. ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરત જ બૂમો પાડવા લાગ્યા. મને સેમ-ટુ-સેમ સંવાદો પુનરાવર્તન કરવાનું કહેવામાં આવ્યું. ઘણી વખત ડિરેક્ટરને મારા ઇમ્પ્રુવાઇઝ્‌ડ ડાયલોગ્સ ગમ્યા. ધીરે ધીરે હું ઇમ્પ્રુવાઇઝ કરતો ગયો અને લોકો મારું કામ પસંદ કરવા લાગ્યા. હવે એવો સમય આવી ગયો છે કે ઘણી વખત મને ફક્ત દ્રશ્ય જ સમજાવવામાં આવે છે. હું સીન પ્રમાણે રેન્ડમ ડાયલોગ બોલું છું.

સંજય મિશ્રાએ કહ્યું, ‘હું કોની સાથે કામ કરું છું? આનાથી મને બહુ ફરક પડતો નથી. મારું ધ્યાન માત્ર સારા સીન કરવા પર છે. જ્યારે સેટ પર ડાયલોગ બોલતો ત્યારે તે બધાની જીભ પર હિટ થઈ જતો. આ બધા સંવાદો આજે આઇકોનિક સંવાદો છે. સંજય મિશ્રા કહે છે કે લોકો કોમેડીને ખૂબ હળવાશથી લે છે. કોમેડી ક્યારેય સરળ હોતી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.