Western Times News

Gujarati News

અમદાવાદઃ એસ.જી. હાઈવે પર ટ્રકનું ટાયર ફાટ્યું, ટ્રાવેલ્સની બસ સાથે ટક્કર

અમદાવાદ, અમદાવાદના એસજી હાઇવે પર ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદનો આ વિસ્તાર હવે જાણે અકસ્માતો માટે સંભવિત ક્ષેત્ર બનતો જાય છે. છેલ્લા કેટલાક સમયથી એસ જી હાઇવે પર એક કરતાં વધારે આ પ્રકારની ઘટનાઓ જાેવા મળી હતી. હવે ફરીથી પકવાન બ્રિજ પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

વહેલી સવારે બનેલી આ ઘટનામાં ટ્રકનું ટાયર ફાટતા પહેલા તેણે વીજળીના થાંભલા સાથે ટ્રક અથડાવી દીધો હતો. તે સમયે આવી રહેલી ખાનગી બસ ટ્રક સાથે અથડાઇ હતી. આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.

અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલા પકવાન બ્રિજ પર આઈસર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં આઈસર ટ્રકનું ટાયર ફાટતા રોડની સાઇડમાં લઈ જતી વખતે જ એક ટ્રાવેલ્સ બસ આવીને ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને કારણે ડિવાઈડર પર આવેલા લાઈટનો થાંભલો ધરાશાયી થયો છે.

આ પહેલા ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર જગુઆર કારે અકસ્માત સર્જયો હતો જેમાં ૯ લોકોના જીવ ગયા. આ હાઇવે પર બીજી વખત અકસ્માતની ઘટના બની છે. અવારનવાર બનતી આ પ્રકારની ઘટનાઓ છતાં તેમ છતાં તંત્રએ કોઇ શીખ લીધી હોય એવું લાગતું નથી. ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ અકસ્માતમાં સ્ટ્રીટલાઇટ બંધ હતી જ્યારે આ વખતે થયેલ ટ્રક અને બસ અકસ્માત સમયે પણ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હતી. મનપાની કામગીરી પર ફરી સવાલ ઉભા થયા છે.

અગાઉ તથ્ય પટેલ કેસમાં પણ અમદાવાદમાં આવેલા ઈસ્કોન બ્રિજ ઉપર એક કાર અને ડમ્પરનો અકસ્માત થયો હતો. જેને જાેવા ટોળું ઉભું થયું હતુ ત્યારે નબીરાએ પોતાની કાર પુરઝડપે ચલાવી અને ટોળા સાથે અકસ્માત સજર્યો હતો. જેમાં કુલ ૯ લોકોના મોત થયા હતા. જ્યારે બીજા કેટલાય નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.