પરીક્ષા ગેરરીતિ કેસ : ગેરહાજર હોવા છતાં તંત્રએ નોટિસ આપી
અમદાવાદ: બિન સચિવાલય ક્લાર્ક ભરતી પરીક્ષાને લઇને વિવાદ અકબંધ રહ્યો છે. હવે એક ચોંકાવનારો અને આશ્ચર્યમાં મુકે તેવો કિસ્સો સપાટી પર આવ્યો છે જેના ભાગરુપે તમામ લોકો ચોંકી ગયા છે અને નવી અટકળો શરૂ થઇ છે. કિસ્સો એ છે કે, બિન સચિવાલય ક્લાર્ક ભરતી પરીક્ષામાં કોઇ કારણસર ઉપÂસ્થત ન રહેનાર ઉમેદવારને પણ તંત્ર તરફથી નોટિસ ફટકારી દેવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે, સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના યુવાનને બિન સચિવાલય પરીક્ષામાં ગેરહાજર હોવા છતાં ગેરરીતિ પ્રકરણમાં ગાંધીનગર બોલાવાયો હોવાનો મામલો સામે આવતાં ચકચાર મચી છે.
યુવાન કંડક્ટર તરીકે હાલ નોકરી કરતો હોવાથી રજા નહી મળતાં બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં હાજર રહ્યો નહી હોવાનો દાવો કરી રહ્યો છે. સાથે જ તેને ફરી રજા ન મળતાં પરીક્ષા ગેરરીતિ માટે મળેલી નોટીસ મુજબ તે ગાંધીનગર હાજર થઈ શક્યો નહી હોવાનો બચાવ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વદરાડ ગામના અપૂર્વ પટેલ બસ કંડકટર હોવાથી રજા નહી મળતા બિન સચિવાલયની પરીક્ષામાં હાજર રહી શક્યા ન હતો. જો કે તેમના ઘરે ગાંધીનગરથી ગેરરીતિ મામલે હાજર રહેવાનું ફરમાન થતાં પરિવાર ચિંતિત થયો છે. અપૂર્વ પટેલ બોટાદ હિંમતનગર બોટાદ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે.
બિન સચિવાલયની પરીક્ષાની તારીખે તેને રજા નહી મળતા પરીક્ષા આપી ન હતી. આ જ દિવસે તેઓ બેગ નંબર ૨૧૯ સાથે બસમાં નોકરી પર હાજર હતો. તેમજ બકલ નંબર ૫૫૨૦ના ડ્રાઈવર સાથે બસ નંબર જીજે ૧૮ ઝેડ ૬૦૦૭થી બોટાદથી હિંમતનગર આવી પરત બોટાદ ગયા હતા. ગઈકાલે બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષા મુદ્દે તેમને તેના વતનમાં નોટિસ મળી છે. તેને ગઈકાલે તા.૯ તારીખે સેક્ટર-૧૦ ગાંધીનગર ખાતે લેખિત પરીક્ષામાં ગેરરીતિ આચરવા મામલે હાજર રહેવાની વાત કરવાની સાથોસાથ હાજર ન રહે તો ફોજદારી કાર્યવાહીની પણ ધમકીભરી નોટિસ તંત્ર દ્વારા પાઠવતા પરિવારજનો સહિત સમગ્ર ગામ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
જા કે, નોકરીને કારણે તે ગાંધીનગર હાજર પણ થઈ શક્યો નહી હોવાનો પણ તેણે બચાવ રજૂ કર્યો હતો. જા કે, આ કિસ્સામાં તંત્રની ભૂલ છે કે, કડંકડરની સંડોવણી ખરા અર્થમાં છે તેને લઇ હવે તપાસમાં સાચી વાત સ્પષ્ટ થશે.