Western Times News

Gujarati News

પાઠ્‌યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી પુસ્તકો ગાયબ

File

પાઠ્‌યપુસ્તક મંડળના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે સર્જાયેલી  પરિસ્થિતિ : ગોડાઉનમાં પુસ્તકોની જાળવણી માટે અપુરતી વ્યવસ્થા ઃ પોલીસ અરજીમાં કેટલાક અધિકારીઓ સામે આશંકા વ્યક્ત કરાઈ

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશનું ભાવિ ગણાતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકો છપાવવાની જવાબદારી સરકારની હોય છે અને ગુજરાતમાં આ જવાબદારી પાઠ્‌ય પુસ્તક મડળ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ છેલ્લા છ સાત મહિનાથી પાઠ્‌ય પુસ્તક મંડળ ખૂબ જ વિવાદમાં આવી ગયું છે. આ દરમિયાનમાં પાઠ્‌ય પુસ્તક મંડળના ગાંધીનગર સ્થિત  ગોડાઉનમાંથી રૂ.૪૪ લાખથી વધુની કિંમતના પાઠ્‌ય પુસ્તકો ગાયબ થઈ જતાં અધિકારીઓ દોડતા થઈ ગયા છે. આ અંગે સમગ્ર વિગતો બહાર આવતા આખરે પાઠ્‌ય પુસ્તક ગાયબ થયાની પોલીસમાં અરજી કરવાની અધિકારીઓને ફરજ પડી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ અરજીમાં કેટલાક અધિકારીઓ વિરૂધ્ધ પણ શંકા વ્યકત કરવામાં આવી છે. હાલ શૈક્ષણિક ક્ષેત્રે આ વિવાદ ખૂબ જ ચર્ચામાં રહયો છે અને આ પ્રકરણની તપાસ કરવામાં આવે છે તો
કેટલાક મોટા અધિકારીઓના નામ ખુલે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે પાઠ્‌યપુસ્તકો છપાવવા માટે પાઠ્‌ય પુસ્તક મંડળ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે પુસ્તકો છપાવવા સહિતની તમામ જવાબદારી પાઠ્‌ય પુસ્તક મંડળની હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાઠ્‌ય પુસ્તક મંડળ વિવાદમાં આવી ગયું છે

જેના પરિણામે વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ રહયા છે. પાઠ્‌ય પુસ્તક મંડળ દ્વારા પુસ્તકો છપાવ્યા બાદ તેને પોતાના જ ગોડાઉનમાં રાખવામાં આવે છે ખાસ કરીને ગાંધીનગર સ્થિત ગોડાઉનમાં છપાયેલા પુસ્તકોનો જથ્થો રાખવામાં આવતો હોય છે

 

ગાયબ પુસ્તકો છપાયા હતા કે નહીં ? : શિક્ષણ શાસ્ત્રી ઓમાં ચર્ચાતો સવાલ: ગાંધીનગર સ્થિત  પાઠ્‌ય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી અંદાજે રૂ.૪૪ લાખની કિંમતના પુસ્તકો ગાયબ થઈ જતા સમગ્ર શિક્ષણ વિભાગ દોડતુ થઈ ગયું છે આ અંગેની જાણ ઘણા સમયથી હોવા છતાં સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નથી. ગોડાઉનમાં અનેક ખામીઓ હોવા છતાં આ ખામીઓ દુર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા નથી. છેલ્લા ઘણા સમયથી પાઠ્‌ય પુસ્તક મંડળ વિવાદમાં રહેલું છે ત્યારે પુસ્તકો ગાયબ થવાનો વધુ એક વિવાદ બહાર આવતા શિક્ષણશાસ્ત્રીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ગોડાઉનમાંથી આટલી મોટી રકમના પુસ્તકો ગાયબ થવાની ઘટના શંકાસ્પદ મનાઈ રહી છે તેથી ગાયબ થયેલા પુસ્તકો છપાઈને ગોડાઉનમાં આવ્યા હતા કે નહીં તે પ્રશ્ન હાલમાં ચર્ચાઈ રહયો છે જે અંગે શિક્ષણ વિભાગ સ્પષ્ટતા કરે તે પછી જ સાચી વિગતો બહાર આવશે. જા પુસ્તકો છપાયા હશે તો તેની એન્ટ્રી ગોડાઉનના ચોપડામાં કરવામાં આવી હશે. તો આ તમામ વિગતો જાહેર કરવાની માંગણી ઉઠી છે.

નવા સત્ર માટે પાઠયપુસ્તક મંડળ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જાકે આ તૈયારીઓ અપૂરતી હોવાના કારણે પાઠ્‌યપુસ્તક મંડળના અધિકારીઓ સતત દોડધામ કરતા જાવા મળતા  હોય છે. ચોંકાવનારી બાબત એ છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે પાઠ્‌ય પુસ્તકો છાપવા અન્ય રાજયોમાં હવે મોકલવામાં આવી રહયા છે જેના પરિણામે અત્યાર સુધી ગોઠવાયેલુ તંત્ર ખોરવાઈ ગયું છે.

પાઠ્‌ય પુસ્તક મંડળ દ્વારા છપાયને આવેલા પુસ્તકો ગાંધીનગર સ્થિત  ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતાં આ દરમિયાનમાં પાઠ્‌ય પુસ્તકોની સંખ્યા અંગે ચકાસણી કરવામાં આવતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. કાગળ પર દર્શાવવામાં આવેલા પાઠય પુસ્તકોની સંખ્યા કરતા ગોડાઉનમાં ઓછો જથ્થો પડેલો જાવા મળ્યો હતો જેના પરિણામે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. ગોડાઉનમાં પાઠ્‌ય પુસ્તકોની તપાસ કરતા અંદાજે રૂ.૪ર લાખના પુસ્તકો ગાયબ થયેલા જાવા મળ્યા હતાં. જેના પરિણામે અધિકારીઓ ચોંકી ઉઠયા છે. પાઠ્‌યપુસ્તકોની જાળવણીનો આંકડો યોગ્ય નહી હોવાથી આ અંગેની જાણ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધીકારીઓને કરવામાં આવી હતી.

ગુજરાતનું ભાવિ ગણાતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પાઠ્‌યપુસ્તક મંડળ દ્વારા વ્યાપક બેદરકારી દાખવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી એવા પાઠ્‌ય પુસ્તકોની જાળવણી માટે જ શિક્ષણ વિભાગ દ્વારા તથા પાઠ્‌ય પુસ્તક મંડળ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં  આવતી નથી એટલું જ નહી પરંતુ પાઠ્‌ય પુસ્તક મંડળના ગોડાઉનોમાં પણ વ્યાપક બેદરકારી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ થઈ રહયો છે. પાઠય પુસ્તક મંડળના ગોડાઉનનો ઝાંપો પણ તુટેલી હાલતમાં જાવા મળી રહયો છે એટલું જ નહી પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે પાઠય પુસ્તકો ગાયબ થયાની જાણ થયાના મહિના બાદ આ અંગે પોલીસમાં અરજી કરવામાં આવી છે.

પાઠય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી પુસ્તકો ગાયબ થવાની ઘટના એ શિક્ષણ શાસ્ત્રીઓમાં ચિંતાનું મોજુ ફેલાવી દીધું છે. કોંગ્રેસના પ્રવકતા મનીષ દોષીએ પાઠય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી પુસ્તકો ગાયબ થવાની ઘટના અંગે ચિંતા વ્યકત કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે પાઠ્‌યપુસ્તક મંડળની વ્યવસ્થામાં ખૂબ જ ખામીઓ છે એટલું જ નહી પરંતુ અધિકારીઓની આ ભુલને સૌ પ્રથમ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા નથી અને આ એક કરોડો રૂપિયાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહયું છે. પોલીસ અરજીમાં કેટલાક અધિકારીઓ વિરૂધ્ધ આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી કોઈ જ વિગતો બહાર આવી નથી જે ચિંતાજનક બાબત છે. આ અંગે સઘન તપાસ કરવામાં આવે તો એક મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.