પુસ્તકો અને રમકડાની આડમાં લવાતો ડ્રગ્સ ઝડપાયો
અમદાવાદ, રાજ્યમાં છાશવારે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ સાયબર યુનિટે પાર્ટી ડ્રગ્સ ઓનલાઈન ઓર્ડર કરવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે.
અમેરિકા, કેનેડા અને ફુકેતમાં બેઠેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દેશના અલગ અલગ ભાગોમાં નવી જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા હોવાનુ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની મારફતે પુસ્તકો અને રમકડાની આડમાં મંગાવવામાં આવતુ હતુ. જાેકે, આની મોડસ ઓપરેન્ડી એકદમ નવી અને હેરાન કરનારી છે. આ ડ્રગ્સ પુસ્તકોનાં પાનામાં મોકલવામાં આવતું હતુ. અમદાવાદ સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે મોટી માત્રામાં આવી પુસ્તકો અને રમકડા પકડી પાડ્યા છે. હાલ આ ટીમ દ્વારા ડ્રગ્સ પેડલર્સ અને ખરીદનારાઓને ટ્રેસ કરી લેવાયા છે.
આ અંગે હાલ મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સને પુસ્તકોના પાનાને ડ્રગ્સમાં પલાળીને રાખવામાં આવે છે. જે બાદ આ પુસ્તકોની ડિલીવરી કરવામાં આવે છે. ડ્રગ્સના ઉપયોગ માટે આ પુસ્તકોનાં પાનને ફાળીને તેને ક્રશ કરીને તેનો ડ્રગ્સના ફોર્મમાં ઉપયોગ કરવામાં આવતો હતો. આ એક અગલ પ્રકારની મોડસ ઓપરન્ડી જાેવા મળી છે.
માહિતી એવી પણ મળી રહી છે કે, માત્ર પુસ્તકોના પાનામાં જ નહીં તેના હાર્ડ કવરમાં પણ પાર્ટી ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યુ હતુ. આવી માહિતી સામે આવતા પોલીસના અધિકારીઓ પણ હેરાન રહી ગયા હતા.
આ પુસ્તકો અને રમકડાને આંતરરાષ્ટ્રીય કુરિયર કંપનીના ગોડાઉન છે તેમાંથી પકડવામાં આવ્યા છે. આ સાથે સાયબર યુનિટ પાસે જે લોકોએ આ પુસ્તકો અને
રમકડાં વિદેશોથી મંગાવ્યા છે તેમની માહિતી પણ ટ્રેસ કરી લેવામાં આવી છે. આવનારા સમયમાં આ રેકેટ સાથે સંકળાયેલા પેડલરો અને આ પુસ્તકો રમકડાં મંગાવનારાઓની પણ ધરપકડ થઇ શકે છે. આ ડાર્ક વેબનું જે ષડયંત્ર ચાલી રહ્યુ હતુ તેનું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સી અને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતું હતુ.
હાલ કેનેડા અને ભારતના રાજનૈતિક રીતે જે સંબંધો વળસ્યા છે ત્યારે કેનેડામાં બેસીને ભારતના અલગ અલગ વિસ્તારોમાં ડ્ર્ગ્સ મોકલવાની વાતમાં અનેક ખુલાસા થઇ રહ્યા છે. જેના કારણે પણ અમદાવાદ સાયબર યુનિટે ઝડપેલા આ આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ ઘણો જ મહત્ત્વનો છે.SS1MS