Western Times News

Gujarati News

અમદાવાદમાં યોજાઈ રહેલા પ્રોપર્ટી એક્સ્પોમાં 19 જેટલા બિલ્ડર્સે ભાગ લીધો

આ એક્સ્પોમાં 19 જેટલા બિલ્ડર્સ- ડેવલપર્સ કંપનીઓના કુલ 31 સ્ટોલ્સ છે, જયારે 100થી વધુ પ્રોપર્ટીનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે.

નવગુજરાત સમય અને અમદાવાદ મિરર દ્વારા બે દિવસીય પ્રોપર્ટી એક્સ્પોનું આયોજન કરાયું

અમદાવાદ, નવગુજરાત સમય અને અમદાવાદ મિરર દ્વારા બે દિવસીય પ્રોપર્ટી એક્સ્પોનું આયોજન અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલ શ્રી શિવશક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

30 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલ આ પ્રોપર્ટી એક્સ્પોના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ- તબીબી શિક્ષણ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ તથા અતિથિવિશેષ તરીકે રાજ્યના ઉદ્યોગ, વાહનવ્યવહાર, ગૃહ, રમતગમત તથા યુવક સેવા- સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આ એક્સ્પોના બીજે દિવસે એટલે કે 1 ઓક્ટોબરના રોજ અતિથિવિશેષ તરીકે રાજ્યસભાના સંસદ બાબુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેવાના છે. આ એક્સ્પોમાં 19 જેટલી બિલ્ડરસ- ડેવલપર્સ કંપનીઓના કુલ 31 સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે, જયારે 100થી વધુ પ્રોપર્ટીનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે શાયોના લેન્ડ કોર્પોરેશનના ચેરમેન સુરેશ પટેલ તથા અમદાવાદ મિરર અને નવગુજરાત સમયના ગ્રુપ એડિટર અજય ઉમટ પણ ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.