આ દેશના નાગરિકો વિઝા વગર અમેરિકા જઈ શકશે
અત્યારે ૪૦ દેશો (જેમાં મોટાભાગના યુરોપીયન દેશો અને કેટલાક એશિયાઈ દેશો સામેલ છે તેઓ)ના નાગરિકોને વિઝા વિના ૩ મહીના માટે અમેરિકાની યાત્રા કરવાની મુક્તિ આપે છે.
નવી દિલ્હી, દુનિયાના કેટલાક દેશો અને કેટલીક પ્રજાઓ તેવી છે કે જેઓ સૈકાઓથી વિદેશી આક્રમણો સામે પીસાતી જ રહી છે. તેમાં સૌથી પહેલું નામ ઇઝરાયેલનું આવી શકે તેમ છે. ઇ.સ. પૂર્વે ઇજીપ્તના સામ્રાજ્યવાદથી શરૂ કરી છેક, પ્રથમ વિશ્વયુદ્ધમાં ઓટોમત સામ્રાજ્યનું પણ પતન થયું ત્યાં સુધી યહૂદીઓ વિદેશી શાસનથી પીસાતા જ રહ્યા હતા.
આર્મેનિયન્સની પણ આવી જ સ્થિતિ હતી. તે પહેલાં (ઇ.સ. પૂર્વેથી શરૂ થયેલા) ઇરાની સામ્રાજ્યવાદ નીચે અને છેવટે ઓટોમન સલ્તનત નીચે એટલી હદે પીલવામાં આવ્યા હતા કે ૧૮૮૧માં ગ્લેડસ્ટને, ઓટોમન સુલ્તાન હમીદ માટે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં તે જ કહ્યું હતું કે ઃ ‘હીઝ નેઇમ ઇઝ વર્થ નોટ અટરિંગ ઇન ધિસ ઓગસ્ટ એસેમ્બલી’.
ભારતે પણ અમાનુષ આક્રમણો સહન કર્યા છે પરંતુ, ભારતને વિશાળ વસ્તી હતી તે ગમે તેમ કરી તેની સંસ્કૃતિ આજ દીવસ સુધી ટકાવી શક્યું. ખરી શાબાશી તો, ઇઝરાયલ અને આર્મેનિયાને આપવી જાેઇએ કે જેની મુઠ્ઠીભર જનતાએ, ૬૩૨થી શરૂ થયેલાં આક્રમણોથી શરૂ કરી પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધી સતત વરસાવાઈ રહેલા ત્રાસ સામે ટકી રહી,
પોતાની સંસ્કૃતિ જાળવી શકી. તેવાં ઇઝરાયલની જનતાને બાયડેન વહીવટીતંત્ર હવે, એક ભવ્ય ભેટ આપવાનું છે તે છે ‘વિઝા’ સિવાય જ યહૂદીઓને સ્પેશ્યલ ક્લબમાં સામેલ કરવાથી. તેના નાગરિકોને અમેરિકા આવવા માટે વિઝા લેવામાંથી મુક્તિ અપાશે. આ સપ્તાહ દરમિયાન જ અમેરિકા આ ર્નિણય લેવાયો છે.
સમાચાર એજન્સીના રીપોર્ટ પ્રમાણે અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે આ જાહેરાત એકાદ સપ્તાહમાં જ થઇ જશે. અમેરિકાનો ગૃહ સુરક્ષા વિભાગ આ કાર્યક્રમનું સંચાલન કરે છે. જે અત્યારે ૪૦ દેશો (જેમાં મોટાભાગના યુરોપીયન દેશો અને કેટલાક એશિયાઈ દેશો સામેલ છે તેઓ)ના નાગરિકોને વિઝા વિના ૩ મહીના માટે અમેરિકાની યાત્રા કરવાની મુક્તિ આપે છે. આ યોજનાને અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન લીલી ઝંડી આપશે તેમ મનાય છે.
આ માહિતી આપતાતં અનામી રહેવાની શરતે એક વરિષ્ટ અધિકારીએ કહ્યું હતું કે આ યોજના નીચે ગૃહ સલામતી વિભાગના મંત્રી એકઝાનડ્રા માયોરકાસે ઇઝરાયલીઓને વિઝા વિના અમેરિકામાં આવવા દેવા માટેની મુક્તિની સત્તાવાર જાહેરાત ગુરૂવારે થવા સંભવ છે. ઇઝરાયલ અમેરિકાનું સૌથી મહત્ત્વનું વ્યૂહાત્મક ભાગીદાર છે.
ભૂમધ્ય સમુદ્રમાંથી પશ્ચિમ એશિયામાં જવા માટેનું તે પહેલું પગથિયું છે. મુસ્લીમ દેશોથી ઘેરાયેલા આ દેશ સાથે સઉદી અરબસ્તાન સાથે મૈત્રી બાંધવા અમેરિકા પ્રયત્નો કરે છે, (પરંતુ તે કેટલે અંશે સફળ થશે તે પ્રશ્ન છે) તેની વચ્ચે ઇઝરાયલને સ્પેશ્યલ ક્લબમાં સામેલ કરી અમેરિકા, તેની સાથે વધુ મજબૂત સંબંધો બાંધી રહ્યું છે.
ઇઝરાયલીઓને વિઝામાંથી મુક્તિ આપવા માટેની બાયડન વહીવટીતંત્ર રજૂઆત કરશે. તેવું અનુમાન નિરીક્ષકો બાંધે છે. સાથે કહે છે કે કદાચ આ મુક્તિ માત્ર ત્રણ મહિનાની જ ન રહેતાં ફરીથી બીજા ત્રણ મહિના પણ લંબાવવામાં આવે તે પણ શક્ય છે. તો કોઈ તેવું પણ અનુમાન બાંધે છે કે પછીથી તે કાયમી મુક્તિ પણ મળી રહે તે અસંભવિત તો નથી જ.