અભિનેત્રી રવીના ટંડનનો ક્રશ સુપર સ્ટાર ઋષિ કપૂર હતા

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન આજે પણ તેના અભિનય અને તેના દમદાર પાત્રોથી દર્શકોના દિલ જીતે છે. આ દિવસોમાં અભિનેત્રી તેના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. તેણીએ કહ્યું છે કે તેણીને ૭૦ના દાયકાના એક સુપરસ્ટાર ખૂબ જ પસંદ હતા, તે તેના ક્રશ હતા. આવો જાણીએ એ સુપરસ્ટારનું નામ.
તાજેતરમાં જ રવીનાએ જણાવ્યું હતું કે તે સમયે અભિનેત્રીનો ક્રશ દિવંગત અભિનેતા ઋષિ કપૂર હતો જેના પર તે જાન ન્યૌછાવર કરતી હતી. તાજેતરના ઇન્ટરવ્યુમાં, તેણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે અને અભિનેતાના લગ્ન સાથે જાેડાયેલી એક ઘટના પણ ચાહકો સાથે શેર કરી છે કે જ્યારે તે નીતુ સિંહની જીવનસાથી બનવા જઈ રહી હતી ત્યારે તે કેવું અનુભવી રહી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને પોતાનું ગહન રહસ્ય જણાવતા કહ્યું કે એક સમય હતો જ્યારે તે સમયના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂર તેના ક્રશ હતા. વર્ષ ૧૯૮૦માં જ્યારે ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્ન થયા ત્યારે તેમના લગ્નમાં રવીના ટંડન પણ હાજર હતી. પરંતુ તે સમયે અભિનેત્રી ખૂબ જ નિરાશ હતી. આખા લગ્ન દરમિયાન તે બેશુદ્ધ અવસ્થામાં અહીં-તહીં ભટકી રહી હતી. આ વાતનો ખુલાસો ખુદ રવીના ટંડને કર્યો છે.
આ સ્ટોરી શેર કરતી વખતે અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે ઋષિ કપૂર ખૂબ જ દયાળુ વ્યક્તિ હતા. તેણે એ પણ જણાવ્યું કે જ્યારે તેણે પહેલીવાર ઋષિ કપૂરને ‘ચિન્ટુ જી’ કહ્યું ત્યારે શું થયું હતું. તે સમયે અભિનેત્રી ઘણી નાની હતી અને તે તેને ચિન્ટુ અંકલ કહીને બોલાવતી હતી. તેમણે ઋષિ કપૂર સાથે પહેલીવાર કામ કર્યું ત્યારે તે ઘટના પણ શેર કરી હતી. તે દરમિયાન મને જબરદસ્તી ચિન્ટુ જી કહેવડાવાયું હતું. તાજેતરમાં, અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો હતો જેમાં તે ઋષિ કપૂરના લગ્નમાં ઉભી જાેવા મળી રહી છે.
અભિનેત્રીએ આગળ કહ્યું કે તેમના લગ્ન દરમિયાન તે અહીં તહીં ભટકતી હતી અને ગુસ્સે હતી. કારણ કે તેણી જે વ્યક્તિ પર ક્રશ હતી તેના લગ્ન થઈ રહ્યા હતા. જાેકે તે સમયે રવીના ઘણી નાની હતી. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે ખુશ હતી કે તે નીતુ સિંહ સિવાય બીજા કોઈની સાથે લગ્ન નથી કરી રહ્યાં… કારણ કે તે આ કપલને ખૂબ પસંદ કરતી હતી. તેની વાતચીતમાં તેણે બંનેના દિલ ખોલીને વખાણ કર્યા હતા.SS1MS