Western Times News

Gujarati News

MLA ધવલસિંહના અરવલ્લી પૂર્વ કલેકટર નરેન્દ્ર મીણા અને અધિકારીઓ સામે આક્ષેપ

૧૦ કરોડની ગ્રાન્ટમાંથી ૫ કરોડની કટકી…!!

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લાના બાયડમાં અપક્ષ અને ભાજપને ટેકો જાહેર કરનાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જીલ્લાના વિકાસના કામકાજ માટેની સરકારે ફાળવણી કરેલ અંદાજીત ૧૦ કરોડ ડી.એમ.એફ ગ્રાન્ટમાંથી પૂર્વ કલેકટર ર્ડો.નરેન્દ્ર મીણા અને (MLA Dhavalsingh Zala’s Allegation against Aravalli Ex-Collector Narendra Meena and officials)

તેમના અધિકારીઓએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આદરી ૫ કરોડ જેટલા રૂપિયાની ખિસ્સામાં સરકાવી લીધા હોવાનો આક્ષેપ કરી વિજિલન્સ તપાસની માંગ કરતા જીલ્લા સહીત ગાંધીનગર સુધી ખળભળાટ મચ્યો છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પૂર્વ અરવલ્લી કલેકટર ર્ડો.નરેન્દ્ર મીણા સામે કરેલ ગંભીર આક્ષેપના પગલે સચિવાલય થી કમલમ સુધી તેમજ આઈએસ લોબીમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે.

બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગાંધીનગર સર્કિટ હાઉસમાં શુક્રવારે પ્રેસ કોન્ફ્રન્સ કરી અરવલ્લી જીલ્લાના વિકાસના કામોમાંથી તત્કાલીન કલેક્ટર ર્ડો.નરેન્દ્ર મીણા અને તેમની નીચે કામકાજ કરનાર અધિકારીઓએ કરોડો રૂપિયાની કટકી કરી હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા

ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પૂર્વ કલેક્ટર નરેન્દ્ર મીણાની અધ્યક્ષતામાં ગેરરીતી આચરી ૧૦ કરોડનાં કામમાં ૩-૪ કરોડનાં કામ કર્યા બાદ બાકીની રકમમાં ગેરરીતિ થયાનો જણાવી આ અંગે વિજિલન્સમાં રજુઆત કરી તેમજ અન્ય વિકાસના કામોમાં થયેલ ગેરરીતિ અંગે તપાસ ચાલુ હોવાનું કહીં વિકાસના કામોની પૂર્વ કલેક્ટર દ્વારા કોઈ માહિતી આપવામાં આવતી ન હોવાનું જણાવ્યું હતું.

ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જીલ્લાના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરતા વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે જાે કે સરકારે વિકાસના કામ માટે આપે ડીએમએફની ૧૦ કરોડની ગ્રાન્ટમાંથી ખરીદી કરેલ આર.ઓ.પ્લાન્ટ,સ્માર્ટ ક્લાસ,

રમત-ગમતના સાધનો,હાઇજીન કીટ,પુસ્તકાલય સહીત અન્ય કામ માટે ફાળવણી કરેલ ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ તત્કાલિન કલેકટર નરેન્દ્ર મીણા અને તેમના મળતિયા અધિકારીઓએ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો આ અંગેવિજીલન્સમાં રજૂઆત કરવાનો છું. આ ગેરરીતીઓ મામલે મારા જિલ્લામાં અન્ય ગેરરીતીઓ બાબતે હું તપાસ કરી રહ્યો છું.

પૂર્વ કલેક્ટર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. કોઈનું અંગત હિત જાળવવા નાણાંની ફાળવણી હોવાનો પણ ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો. ૧૦ કરોડની ગ્રાન્ટમાંથી ફાળવણી કરેલ ચીજવસ્તુઓની બજાર કિંમત ૪ થી ૫ કરોડ રૂપિયા થાય છે આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ રજુઆત કરવાનો હુંકાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.