Western Times News

Gujarati News

પૈસાદાર ભારતીયો સિંગાપોર, UAE જેવા દેશોમાં જંગી રોકાણ કરીને માઈગ્રેશન કરવા લાગ્યા

નવી દિલ્હી, ભારતમાંથી ધનિક લોકો મોટી સંખ્યામાં વિદેશ જઈ રહ્યા છે અને તેમાંથી ઘણા લોકો ભારતની સિટિઝનશિપ પણ છોડી રહ્યા છે. હાઈલી સ્કીલ્ડ લોકો માટે આધુનિક દેશોના વિઝા મેળવવા હજુ પણ મુશ્કેલ છે, પરંતુ આવા દેશોમાં મોટી રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરવાની તૈયારી હોય તો માઈગ્રેશન સરળ બની જાય છે.

ધનિક ભારતીયો પણ આ રૂટ અપનાવીને વિદેશમાં સેટલ થઈ રહ્યા છે. ખાસ કરીને યુએઈ, સિંગાપોર, ગ્રીસ અને બીજા યુરોપિયન દેશોમાં ધનિક ભારતીયો આ રીતે જાય છે. આ તમામ દેશોને ધનાઢ્ય લોકોની જરૂર છે અને તેઓ ભારતીય પૈસાદાર લોકોને આકર્ષી રહ્યા છે.

અત્યાર સુધી ભારતમાંથી મોટા ભાગના ધનાઢ્ય લોકો અમેરિકા જતા હતા અને ઈન્વેસ્ટર વિઝાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સિંગાપોર, યુએઈ, ગ્રીસ જેવા દેશો પણ ઈન્વેસ્ટમેન્ટના આધારે માઈગ્રેશનની સગવડ આપી રહ્યા છે.

એક્સપર્ટ જણાવે છે કે અત્યાર સુધી ભારતમાંથી વિદેશમાં ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેના માટેના કડક રેગ્યુલેશન હતા. હવે આ રેગ્યુલેશન હળવા થયા હોવાથી ભારતીયો પોતાની પાસેની વધારાની મૂડી વિદેશમાં રોકાણ કરે છે અને ત્યાં પરિવાર સાથે સેટલ થાય છે. જાેકે, આ માટે પૂરતી તૈયાર કરવી પડે છે અને નાણાકીય રીતે સદ્ધરતા હોવી જરૂરી છે.

ભારતમાં ફોરેન એક્સચેન્જના રેગ્યુલેશન બહુ આકરા છે. તેથી ભારતમાંથી તમે વિદેશમાં કેટલા ડોલર ટ્રાન્સફર કરી શકો તેના નિયમો ધ્યાનમાં લેવા જરૂરી છે. ઉદાહરણ તરીકે હાલમાં તમે એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ ૨.૫૦ લાખ ડોલર વિદેશ ટ્રાન્સફર કરી શકો છો.

અમેરિકાના ઈન્વેસ્ટર વિઝા મેળવવા માટે આઠ લાખ ડોલરનું રોકાણ કરવું પડે. હવે તમે અઢી-અઢી લાખ ડોલર દર વર્ષે રોકવા જાવ તો તેમાં ઘણો સમય લાગી જશે. તેના કારણે ધનિક લોકો અમેરિકાના બદલે બીજા દેશો પસંદ કરી રહ્યા છે.

આ ઉપરાંત પરિવારના સભ્યોની સંખ્યા પણ ધ્યાનમાં લેવી પડે. રેસિડન્ટ વિઝા સામાન્ય રીતે પતિ, પત્ની અને બે બાળકોને મળે છે જેની ઉંમર ૨૩ વર્ષ કરતા ઓછી હોય. ચાર વ્યક્તિનો પરિવાર ઈબી-૫ વિઝા મેળવવા માંગે તો તે એક વર્ષમાં થઈ શકે છે કારણ કે ચારેયના અઢી અઢી લાખ ડોલર મળીને કુલ ૧૦ લાખ ડોલર થાય છે. પરંતુ બે વ્યક્તિનો પરિવાર હોય તો ઈબી-૫ વિઝા મેળવવામાં બે વર્ષ લાગી જાય છે. કેટલાક ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામમાં તો ૨૦ લાખ, ૫૦ લાખ અને એક કરોડ ડોલરના ઈન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે.

આ ઉપરાંત પહેલી ઓક્ટોબરથી ટીસીએસ લાગુ થયો છે. તેના કારણે એક વર્ષની અંદર વિદેશમાં એક વર્ષની અંદર સાત લાખ રૂપિયાથી વધારે એલઆરએસ ટ્રાન્ઝેક્શન થાય તો તેના પર ૨૦ ટકા ટેક્સ લાગુ પડે છે. એટલે કે વિદેશમાં ખર્ચ કરતા ભારતીયો માટે એક પ્રકારે ટેક્સનો એક લેયર ઉમેરઆઈ ગયો છે. આ કારણથી પણ વિદેશમાં વાસ્તવિક ખર્ચ વધી જાય છે.

તેવી જ રીતે કેટલાક ભારતીયોને ઈન્ટરનેશનલ ટ્રાવેલના કારણે ખર્ચ વધી જાય છે. કોઈ વ્યક્તિ ટ્રાવેલ માટે એક વર્ષમાં એક લાખ ડોલર ખર્ચ કરી નાખે તો તે રકમ ૨.૫૦ લાખની લિમિટમાંથી બાદ થઈ જાય છે.

તેના કારણે ભારતીયો અમેરિકામાં રોકાણ કરીને શિફ્ટ થવાના બદલે બીજા દેશોનો વિચાર કરવા લાગ્યા છે. ઉાહરણ તરીકે યુકેમાં કોઈને પોતાનો બિઝનેસ સ્થાપવો હોય તો તેમાં કોઈ ઈમિગ્રેશન રૂટ ઓફર કરવામાં આવતો નથી. યુકેમાં ઘણી કંપનીઓ પોતાની પેટાકંપનીઓ સ્થાપી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.