મોડાસામાં ઘરકંકાસ જેવી સામાન્ય બાબતમાં શિક્ષકે આત્મહત્યા કરી
આધુનિક જીવનશૈલી સાથે માનવી ની સહનશક્તિમાં પણ ધીરે ધીરે ઘટાડો થતો હોય તેમ આત્મહત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે મોડાસા શહેરની બસસ્ટેન્ડ પાછળ આવેલી અંકુર સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતીમાં ઘરકામ જેવી સામાન્ય બાબતમાં પતિને લાગી આવતા શિક્ષકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી હતી ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
મોડાસા ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક શિક્ષકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતીમોડાસા શહેરની અંકુર સોસાયટીમાં રહેતા કનુભાઈ પ્રભુદાસ પ્રજાપતિ (રહે,ઉમેદપુર, જીવણપૂર) તેમના પરિવાર સાથે વર્ષોથી રહે છે
પતિ-પત્ની બંને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે સોમવારે રાત્રે પતિ-પત્ની વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા કનુભાઈને મનમાં લાગી આવતા રાત્રે બેડરૂમ માં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેમની પત્ની વહેલી સવારે બેડરૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમના પતિને જોતા બુમાબુમ કરી મુકતા પરિવારજનો દોડી આવ્યા હતાકનુભાઈ પ્રજાપતિએ આપઘાત કરી લેતા મોટી સંખ્યામાં તેમના સગા-સંબંધીઓ અને મિત્રવર્તુળ તેમના ઘરે પહોંચ્યા હતા.
પરિવારજનોએ રોકોક્કળ કરી મૂકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી આત્મહત્યાની ઘટનાના પગલે મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. મોડાસા ટાઉન પોલીસે મૃતક શિક્ષકના ભાઈ સંજય કુમાર પ્રભુદાસ પ્રજાપતિના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.